બોટાદ જીલ્લા સમાચાર પ્રતિનિધિ કલ્યાણ સંઘની મીટીંગ કુંડળ હરેશભાઈ પટગીરના ફાર્મહાઉસ ખાતે યોજાઈ હતી.જેમાં નવા પ્રતિનિધિઓની નિમણુક કરવામાં આવેલ જેમાં બોટાદ જીલ્લા પ્રમુખ તરીકે ફરીવાર મહિપાલભાઇ વાઘેલાની નિમણુક કરાઇ.જ્યારે ઉપ.પ્રમુખ તરીકે ગજેન્દ્રભાઈ ખાચર અને હરેશભાઇ પટગીર,મહામંત્રી તરીકે કેતનસિંહ પરમાર જ્યારે મંત્રી તરીકે વિપુલ લુહાર,વિજયસિંહ ચુડાસમા,રઘુવીર મકવાણા,પ્રકાસ સોલંકી અને ખજાનચી તરીકે પ્રભાકરભાઇ મોદી ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.