ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ નિયમ -૨૦૧૭ અંતર્ગત ભાવનગર ક્લેકટર હર્ષદ પટેલનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાના બ્લેકટ્રેપ(કાળો પથ્થર) ખનીજના બ્લોકની ઓનલાઇન હરાજી કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર મારફત કરવામાં આવેલ હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ભાવનગર જીલ્લામાં ૧૯૭ લીઝ અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી રોયલ્ટી/ડેડરેન્ટ પેટે નાણાંકીય વર્ષ-૨૦૧૮-૧૯ માં કુલ ૨૮૩૯.૯૩/- લાખ રૂપિયાની મહેસુલી આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલ છે. જિલ્લાને આ આવક મહેસુલી આવકના લક્ષ્યાંકની ટકાવારીની સામે ૧૫૭.૬૬% થયેલ છે.
ઉપર મુજબના ૭ બ્લોકનાં ઈરાદાપત્ર કલેકટર હર્ષદ પટેલ દ્વારા બ્લોક ધારકને આજ રોજ રૂબરૂમાં આપવામાં આવેલ અને આ બ્લોકથી સરકારને આવનાર વર્ષમાં ૨૩૩૭.૩૦ લાખ રૂપિયા રોયલ્ટી ઉપરાંત ૯૮૧.૨૨ લાખ રૂપિયા પ્રીમીયમની આવક બ્લોકના સમયગાળા દરમિયાન થશે. તદઉપરાંત મોજે પાણવી તા.વલ્લભીપુર જીલ્લો ભાવનગરમાં ડોલોમાઈટ ખનીજના ૪ બ્લોકની ઓનલાઈન જાહેર હરાજી કરવામાં આવેલ છે. આ બ્લોકથી સરકારને ૬૮૮.૭૧ લાખ રૂપિયા રોયલ્ટી ઉપરાંત પ્રીમીયમની આવક રૂ.૩૬૯૦.૪૪ લાખની આવક બ્લોકના સમયગાળા દરમિયાન આવનાર વર્ષમાં થશે.તેમજ ભાવનગર જીલ્લામાં ગત વર્ષ ૨૦૧૮-૧૯ નાં વર્ષમાં ગેરકાયદેસર ખોદકામ/વહન/સંગ્રહ નાં કુલ ૮૫ કેસના રૂપિયા ૭૩.૭૩ લાખ વસુલવાની કામગીરી તંત્ર દ્વારા પુર્ણ કરવામાં આવેલ છે.