બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાનને સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. દંબગ ખાન જ તેને ઇન્ડસ્ટ્રીમાં લઇને આવ્યો હતો. આ ઉપરાંત ઝરીનની ફિટનેસ ટ્રેનિંગમાં પણ સલમાને ઘણી મદદ કરી હતી. હવે ઝરીરને તેનાં વિશે એવી વાત કહી છે કે તે સાંભળીને સૌ કોઇ હેરાન થઇ જાય. ઝરીને પુછવામાં આવ્યું કે, જો તેને પોતાનાં વિશે કોઇ અફવા ઉડાવવી હોય તો તે શું હશે. તેનાં પર ઝરીને ખુબજ મજેદાર જવાબ આપ્યો.. તેણે કહ્યું કે, તે ઇચછે છે કે, સલમાન અને તેનાં લગ્નની અફવા ઉડે. ઝરીને જવાબ આપતા કહ્યું કે, ’એક મજેદાર અફવા જે હું મારા વિશે ઉડાવવા ઇચ્છીશ તે હશે કે, સલમાન ખાન મારી સાથે લગ્ન કરી રહ્યો છે.’ આપને જણાવી દઇએ કે, ઝરીનનો ચહેરો કેટરિનાની મળવાને કારણે ઘણી વખત એવી અફવા ઉડી હતી કે, કેટરિના સાથે બ્રેકઅપ બાદ સલમાન ખાન ઝરીનને ડેટ કરી રહ્યો છે. જોકે આ વાતમાં કોઇ જ સત્યતા ન હતી. જોકે તે વાત સાચી છે કે, પ્રોફેશનલ ફ્રન્ટ પર સલમાને ઝરીનની ઘણી મદદ કરી હતી. અને તેને ફિલ્મ ’વીર’ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી.

















