વરસાદને કારણે અંબાજીમાં ચોથા દિવસે ભક્તોની સંખ્યા ઘટી

355

જેમ જેમ ભાદરવી પૂનમના મેળાનો દિવસ નજી આવતો જઈ રહ્યો છે, તેમ વધુને વધુ ભક્તો મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યાં છે. ત્યારે મેળાના ચાર દિવસમાં મંદિરમાં ૧૨.૧૯ લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે. તો બીજી તરફ મેળાના ૪ દિવસમાં મંદિરને દાન ભેટની કુલ ૨. ૭૩ કરોડ રૂપિયાની આવક થઈ. ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદી માહોલ છે. ત્યારે વરસાદની અસર અંબાજીના મેળામાં પણ જોવા મળી હતી. વરસાદને કારણે ચોથા દિવસે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી હતી. છેલ્લા બે દિવસમાં સંક્યા ૩.૧૫ અને ૩.૨૦ લાખ હતી. જે બુધવારે ૩.૧૦ લાખની થઈ હતી.

અંબાજી મેળામાં જતા મુસાફરોને સુરક્ષા કવચ લેવાયું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે તમામ યાત્રિકોનો વીમો ઉતરાવ્યો છે. અંબાજીના ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઘટના બને તો યાત્રિકને વીમાનો લાભ મળશે. કોઈ પણ માનવ સર્જીત કે કુદરતી આફત સામે વીમા કવચ મળી રહેશે.

Previous articleબુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. ૨૦૨૩ સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ.૩૦૦૦
Next articleપુત્ર જન્મની ખુશીમાં એક શ્રમિક પરિવારે અંબાજી મંદિરમાં સોનાની પાદુકા અર્પણ કરી