બેંકના એકીકરણ સામે  કર્મચારીઓના દ્વારા દેખાવો યોજાયા

713

સરકાર દ્વારા ૧૦ જેટલી બેંકોનું ચાર બેંકોમાં એકીકરણનાં નિર્ણય સામે બેંક કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેનાં ભાગરૂપે ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા આજે  ગુજરાત રાજય વ્યાપી દેખાવો યોજાયા હતાં. જેમાં આજે ભાવનગર શહેરનાં વાઘાવાડી રોડ ઉપર આવેલી યુનિયન બેંકનાં પટાંગણમાં બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર અને દેખાવો યોજાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નાણા મંત્રી દ્વારા ૧૦ બેંકોનું વિલીનીકરણ કરી માત્ર ૪ બેંકો જ રાખવાની કરેલી જાહેરાતથી તમામ બેંકના કર્મચારીઓમાં નારાજગી ફેલાવા પામી છે.

Previous articleભાવનગર રેલ્વે હોસ્પિટલ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો
Next articleસાઈબાબા મંદિર ખાતે દાંડીયારસે જમાવેલું ભારે આકર્ષણ