મોટી હસ્તી આગળ આવશે તો જાતિય સતામણી રોકાશે

589

રાધિકા આપ્ટે માને છે કે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સંબંધિત ઉદ્યોગમાં મોટી હસ્તીઓ આગળ આવશે તો જાતિય સતામણીને રોકવામાં સફળતા મળી શકે છે. તે મી ટુ અભિયાનને પહેલા પણ ટેકો આપી ચુકી છે. હવે ફરી એકવાર આ અંગેની પ્રતિક્રિયા આપી રહી છે. તેના કહેવા મુજબ મોટી સેલિબ્રિટી આગળ આવશે તો જ સ્થિતીમાં સુધારો થઇ શકે છે. રાધિકા ધીમે ધીમે બોલિવુડમાં પોતાની સ્થિતી મજબુત કરી રહી છે. તે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં બલ્કે અંગ્રેજી અને દક્ષિણ ભારતની ફિલ્મો પણ કરી રહી છે. તે એક્ટિંગ કુશળતાની તમામ નિર્માતા નિર્દેશકો નોંધ લઇ રહ્યા છે. ચાલુ વર્ષમાં જ તેની ત્રણ મોટી ફિલ્મ રજૂ થઇ હતી. જેમાં પેડમેન બાદ સેફ અલી ખાન સાથે બજાર ફિલ્મનો સમાવેશ થાય છે. તમામ લોકો જાણે છે કે આપ્ટેનુ નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકાની પાસે અનેક ફિલ્મો રહેલી છે. તે અક્ષય કુમારની સાથે પેડમેનમાં દેખાઇ હતી. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે. હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તેનુ કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકા વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. રાધિકા પાસે ઓછી ફિલ્મો થછે.

Previous articleરાજકુમાર રાવ સાથે ફિલ્મ મળતા નુસરત આશાવાદી
Next articleભાવનગરમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ ખાતે ફેનફેર યોજાય ગયો