કાપડીયા મહિલા કોલેજ દ્વારા વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી

1008

વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજમાં “વિશ્વ ગ્રાહક અધિકાર દિન”ની ઉજવણીના ભાગરૂપ ગ્રાહક જાગૃતિ સંદર્ભે સેમિનાર અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. પ્રસ્તુત સેમિનારમાં પ્રા. નિલેશભાઈ સેતા દ્વારા વેપારી દ્વારા ગ્રાહક સાથે કેવી રીતે છેતરામણી કરવામાં આવે છે તેમજ વસ્તુની ખરીદી સમયે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી તે સંદર્ભે ઉદાહરણ સાથે સમજૂતી આપવામાં આવેલ, તો પ્રા. વી. એ. પટેલ દ્વારા ગ્રાહકને મળેલા અધિકારો અને આ અધિકારોના ભંગ બદલ ગ્રાહક ન્યાય માટે કયા જઈ શકે તેની માહિતી આપવામાં આવેલ. વિદ્યાર્થીનીઓમાં ગ્રાહક તરીકે જાગૃતિ કેળવાય તે હેતુથી ગૂગલ ફોમના માધ્યમથી ૫૦ માર્કની ઓનલાઇન ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ જેમાં કોલેજની ૭૨ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ જેમાં ૪૨ ગુણ સાથે ગોહેલ સંતોષી જે. સમાજશાસ્ત્ર સેમેસ્ટર – ૬ અને વેગડ હેતલ એમ. સમાજશાસ્ત્ર સેમેસ્ટર – ૨એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ તો ૪૦ ગુણ સાથે સોલંકી અમીષાબા આર. સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૬, મોરી બિંદિયા અર્થશાસ્ત્ર સેમેસ્ટર -૨, કુરેશી મુસ્કાન એમ. અર્થશાસ્ત્ર સેમેસ્ટર -૬, ચૌહાણ કિરણ આર. સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૬, જાડેજા હિરલબા જે. સમાજશાસ્ત્ર સેમેસ્ટર ૨એ દ્રિતીય ક્રમાંક મેળવેલ જ્યારે જેઠવા હેતલ સી. ગુજરાતી સેમેસ્ટર -૪, જોષી બિંજલ બી. સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૬, કોતર શીતલ કે. સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૨, વાઘેલા રંજન આર. સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૬એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ.

Previous articleભાવનગર જિ.પં.માં તા. ૧૭ એપ્રીલ સુધી પ્રવેશ બંધી કરાઇ
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિને શહેર ભાજપ દ્વારા પૂષ્પાજલિ અર્પણ કરાઈ