ભાવનગર જિલ્લામાં આજરોજ ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૦૪૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૫ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૮૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા ખાતે ૫, ભાવનગર ગ્રામ્ય ખાતે ૪, ઉમરાળા ખાતે ૧૧, જેસર ખાતે ૧, શિહોર ખાતે ૨, ગારીયાધાર ખાતે ૨, પાલીતાણા ખાતે ૭, વલ્લભીપુર ખાતે ૧૦ તેમજ ઘોઘા ખાતે ૪ કેસ મળી કુલ ૪૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૩ અને તાલુકાઓમાં ૭ કેસ મળી કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૮,૦૪૭ કેસ પૈકી હાલ ૯૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૬ દર્દીઓનું અવસાન થયેલ છે.
















