દિલ્હીમાં હવે બજારો તેમજ દુકાનો ખોલવાની મંજૂરી મળી

232

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧૩
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીના વેલ્થ મેનેજમેન્ટનું ધ્યાન રાખતા આવતી કાલ એટલે કે સોમવાર ૧૪ જૂનથી અનલોક ૩ હેઠળ અનેક આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપી છે. નવી માર્ગદર્શિકા મુજબ દુકાનો સવારે ૧૦થી સાંજે ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ આદેશમાં દિલ્હીના અઠવાડિક બજારો ખોલવાનો પણ નિર્ણય લેવાયો છે. આ કડીમાં સરકારે એક ઝોનમાં એક દિવસમાં એક જ સાપ્તાહિક બજાર ખોલવાની મંજૂરી આપી છે. દિલ્હીના વેપારી વર્ગની વાત કરીએ તો તમામે પોતાના પ્રતિષ્ઠાનોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જ્યારે રેસ્ટોરાને ૫૦ ટકા સિટિંગ ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે. લગ્નોમાં ૨૦ લોકોને જ મંજૂરી રહેશે. લગ્ન સમારોહ ફક્ત ઘર કે કોર્ટમાં જ આયોજી શકાશે. દિલ્હીમાં મેટ્રો ટ્રેન અને બસોમાં ૫૦ ટકા ક્ષમતા સાથે જ સંચાલન થશે.
ધાર્મિક સ્થળો ખુલશે પરંતુ હાલ ભક્તોને ત્યાં દર્શન કરવા મળશે નહીં. નવી જાહેરાત હેઠળ દિલ્હીમાં પહેલાની જેમ જ તમામ શાળાઓ, કોલેજ, કોચિંગ સેન્ટર સહિત દરેક પ્રકારના શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. એ જ રીતે સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્‌સ ક્લબ કોમ્પ્લેક્ષમાં ખેલ જેવી ગતિવિધિઓ પર રોક રહેશે. મન બહેલાવવા માટે હાલ એન્ટરટેઈન્મેન્ટ પાર્ક્‌સ અને અસેમ્બલી હોલ ઉપર પણ રોક યથાવત રહેશે. જ્યારે જીમ અને સ્પા પણ હાલ બંધ રહેશે.

Previous articleનરેન્દ્ર મોદી શાસન કરવા માટે સક્ષમ જ નથી : પ્રિયંકા ગાંધી
Next articleભાવનગરમાં ત્રણ વિવિધ તળાવ ખાતે વોટર સ્કૂટર રાઈડની મજા માણી શકશે, નવા આકર્ષણો પર પણ મંજૂરી અપાઇ