ભાવનગર શહેર ના વડવાતલાવડી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવાને કામ-ધંધા ના અભાવે બેરોજગારી થી કંટાળી જઈ આવેશમાં કુંભારવાડા રેલવે ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર ના વડવાતલાવડી વિસ્તારમાં મિલની ચાલીમાં રહેતો અને સેન્ટીંગકામની મજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતો શ્રમજીવી યુવાન રણજી જેસિંગ સોલંકી ઉ.વ.૨૮ એ આજરોજ કુંભારવાડા રેલ્વે ફાટક નજીક આવેલ રેલ્વે ટ્રેક પર પડતું મૂકી ટ્રેન તળે કચડાઈ આપઘાત કર્યો હતો આ બનાવની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવાન છેલ્લા ઘણા સમયથી કામ-ધંધા અભાવે બેરોજગાર હતો અને કોરોના ના કારણે આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો જેને પગલે હતાશામાં આવી આ અજૂગતુ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પોલીસે મૃતકના પરિજનોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
















