વડાપ્રધાનની મન-કી-બાત પર રાહુલ ગાંધીનો કટાક્ષ

657

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
હાલના દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોનાની વેક્સીનની અછત ઊભી થઈ છે. વેક્સીનની અછતને કારણે રાજ્ય સરકારોને કેટલાક વેક્સીન સેન્ટરને અનેકવાર બંધ કરવા પડે છે. આ ઉપરાંત અનેક સ્થળે વેક્સીન માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. જેથી વેક્સીનની અછતને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે જો વેક્સીનને લઈ દેશની મન કી બાતને સમજતા તો હાલત આવી ન થાત. રાહુલ ગાંધીએ ૪૫ સેકન્ડનો એક વીડિયો પણ ટ્‌વીટ કર્યો છે. તેમાં તેઓએ અલગ-અલગ એ સમાચારોની ક્લિપિંગ દર્શાવી છે, જ્યાં દેશમાં વેક્સીની અછત છે. રાહુલ ગાંધીએ આ વીડિયોને ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.

Previous articleઓવૈસી અને સપા વચ્ચે ગઠબંધનની વાતનોનેAIMIMએ ફગાવી
Next articleચીનના જિલિન પ્રાંતમાં વેરહાઉસમાં આગ લાગતા ૧૪ના મોત, ૨૬ ઘાયલ