ન્યુ દિલ્હી,તા.૭
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટરે કાર્યવાહી કરતા તેમની વિવાદાસ્પદ ટિ્વટ હટાવી દીધી છે. વાત એમ છે કે દિલ્હીમાં સગીર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા. આ બેઠક બાદ તેમણે પોતાના ટિ્વટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરી હતી, જેમાં પીડિતાના માતા -પિતા પણ જોવા મળ્યા હતા. તેને લઇને હોબાળો થયો હતો. દુષ્કર્મ પીડિતાના પરિવારની ઓળખ છતી કરવાને લઇ રાહુલ ગાંધીની આખા દેશમાં ટીકા થઈ રહી હતી. આ સંદર્ભે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા ટિ્વટર પર ફરિયાદ કરતા કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ટિ્વટરે રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિ્વટ હટાવી દીધી છે. કમિશન દ્વારા ટિ્વટર ઇન્ડિયાના ફરિયાદી અધિકારીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ટિ્વટર પર કોઈપણ સગીર પીડિતાની કુટુંબની તસવીર પોસ્ટ કરવી એ કિશોર ન્યાય અધિનિયમ, ૨૦૧૫ ની કલમ ૭૪ અને ર્ઁંઝ્રર્જીંના કાયદાનું ઉલ્લંઘન છે. આ ફરિયાદ પત્ર બાદ હરકતમાં આવતા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્વટરે રાહુલ ગાંધીનું ટિ્વટ હટાવી દીધું છે.



















