મોદી ગુજરાતમાં આક્રમક પ્રચાર જારી રાખવા તૈયાર

0
426

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચૂંટણી પ્રચારના ભાગરૂપે આવતીકાલે ગુજરાતમાં પહોંચી રહ્યા છે. મોદી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ૨૧મી એપ્રિલના દિવસે ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે ચૂંટણી સભા કરનાર છે. આ પહેલા મોદી ગુજરાતમાં છ સભા કરી ચુક્યા છે.મોદીએ ૧૦મ એપ્રિલના દિવસે જુનાગઢ અનો સોનગઢ (બારડોલી)માં સભા કરી હતી. જ્યારે ૧૭મી એપ્રિલના દિવસે હિમ્મતનગર (સાબરકાઠા)માં સભા કરી હતી. એ જ દિવસે સુરેન્દ્રનગર અને આણંદમાં સભા કરી હતી. પાટણમાં તેમની હવે સભા થનાર છે. ગુજરાતમાં મોદી છ સભા કરી ચુક્યા છે. હવે સાતમી સભા કરવા જઇ રહ્યા છે. મંગળવારના દિવસે મતદાન થાય તે પહેલા પણ મોદી ૨૨ અને ૨૩મી એપ્રિલના દિવસે પહોંચનાર છે. ૨૨મી એપ્રિલના દિવસે તેઓ અમદાવાદમાં રહેશે. ત્યાથી ગાંધીનગર જશે. જ્યાં તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરનાર છે. આગામી દિવસે એટલે કે ૨૩મી એપ્રિલના દિવસે ગુજરાતમાં મતદાનમાં ભાગ લેશે. મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાંત સ્કુલ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કરનાર છ.

મોદી આ પહેલા પણ વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટમી દરમિયાન મતદાન કરવા માટે અમદાવાદ પહોંચી ગયા હતા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન કરવામાં આવનાર છે તે પહેલા માહોલ સર્જવાને લઇને મોદીએ આક્રમક રણનીતિ તૈયાર કરી લીધી છે. હાલમાં જ મોદીએ એક પછી એક જાહેરસભાઓ કરી છે. સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં મોદીએ છેલ્લે ચૂંટણી સભા કરી હતી. હવે આવતીકાલે રવિવારના દિવસે પાટણમાં તેમની જાહેર સભા થનાર છે. આ સંદર્ભમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મોદીના કાર્યક્રમ અંગે માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે  ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ ૨૧ એપ્રિલે પાટણ ખાતે જંગી જાહેર સભાઓને સંબોધશે. વર્તમાન લોકસભા ચૂંટણી અન્વયે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતના જીવનમંત્ર સાથે ૧૩૦ કરોડની જનતા વચ્ચે જઇ રહ્યા છે ત્યારે ભારતભરમાં જનતાજનાર્દન દ્વારા તેમને અથાગ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકારે પોતાના શાસન દરમ્યાન હાથ ધરાયેલા જનકલ્યાણકારી અને લોકહિતના કાર્યોના પરિણામ સ્વરૂપે સમગ્ર ભારતભરમાં ઐતિહાસિક અને પ્રચંડ જનાદેશ મળશે તે નિશ્ચિત છે. ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વનેતા નરેન્દ્ર મોદીને ફરી એકવાર દેશનું સુકાન સોંપવા માટે સમગ્ર દેશ અને ગુજરાતની જનતામાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં ૧૭મી લોકસભાની ચૂંટણીને લઇને બે તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. હજુ સુધી કુલ ૧૮૬ બેઠકો પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ છે. હવ ૨૩મી એપ્રિલના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે.ત્રીજા તબક્કામાં તમામની નજર ગુજરાત પર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here