ધોની સ્વતંત્રતા દિવસ પ્રસંગે લેહમાં તિરંગો લહેરાવી શકે

768

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સ્વતંત્રતા દિવસના પ્રસંગે લડાખના લેહમાં તિરંગો ધ્વજ લહેરાવી શકે છે. ભારતીય સેનામાં ધોની લેફ્ટી. કર્નલની ઉપાધી ધરાવે છે. હાલના સમયમાં તે ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી પર છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાં બે મહિનાની રજા લીધી છે. તે ૩૦મી જુલાઇના દિવસે ફરજ પર હાજર થયો હતો. તે ૧૫મી ઓગષ્ટના દિવસ સુધી પોતાની બટાલિયનની સાથે લેહમાં તેનાત રહેનાર છે. સેનાના એક અધિકારીએ કહ્યુ છે કે ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડકર તરીકે છે. તે પોતાની યુનિટના સભ્યોની સાથે છે. તેમના સભ્યોને પ્રેરિત કરી રહ્યો છે. તે પોતાના સૈનિકોની સાથે હમેંશા ફુટબોલ અને વોલીબોલ રમતો નજરે પડે છે. તે કોરની સાથે અભ્યાસ પણ કરે છે. તે ૧૫મી ઓગષ્ટ સુધી ખીણમાં રહેશે. અલબત્ત અધિકારીએ કહ્યુ છે કે ધોની ૧૫મી ઓગષ્ટના દિવસે ધ્વજ લહેરાવનાર છે. ધોની ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયન પેરા કમાન્ડો યુનિટમાં તૈનાત છે.

તેમના અંગે અહેવાલ આવી રહ્યા છે કે તેમની તૈનાતી ખીણના અવન્તીપોરા ખાતે કરવામા ંઆવી છે. ભારતીય ટીમના પ્રથમ કેપ્ટન કર્નલ સીકે નાયડુ ૧૯૨૩માં હોલ્કર રાજાના નિમંત્રણ પર ઇન્દોર પહોંચ્યા હતા. તેમની સેનામાં તેમને કર્નલની ઉપાધી આપવામાં આવી હતી. ધોની સામાન્ય જવાનની જેમ ફરજ બજાવી રહ્યો છે.

લોકપ્રિય સ્ટાર મહેન્દ્ર સિંહ ધોની હાલમાં જમ્મુ કાશ્મીરમાં તૈનાત હોવાના કારણે લોકો પણ ઉત્સુક છે. ધોની હવે લેહમાં તિરંગો લહેરાવી શકે છે તેવા હેવાલ બાદ ઉત્સુક છે.  ક્રિકેટ ખેલાડીઓ સેના સાથે જોડાયેલા રહ્યા છે. વિતેલા વર્ષોમાં પણ આવા ઇતિહાસ રહ્યા  છે.

સર ડોન બ્રેડમેને પણ સેનામાં કામ કર્યુ હતુ. લેફ્ટી. કર્નલ હેમુ અધિકારીની ટેસ્ટ કેરિયર બીજા વિશ્વ યુદ્ધના કારણે મોડેથી શરૂ થઇ હતી.

Previous articleનાની ઉંમરે બેવડી સદી ફટકારી શુભમન ગિલે તોડ્યો ગંભીરનો રેકોર્ડ
Next articleવરસાદના લીધે મેચ અટકે તે રમતનો સૌથી ખરાબ ભાગ છે : વિરાટ કોહલી