કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન બીબીઍ દ્વારા રાજ્ય કક્ષાના ‘આયના- મેગ્નેટ’ એન્ટરપેન્યોર ફીયેસ્ટા કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ

2261

ગાંધીનગરમા આવેલ બી.પી.કૉલેજ ઓફ બિજ઼્નેસ ઍડમીનીસ્ટ્રેશન દ્વારા સતત ૧૯ વર્ષથી "આયના" સાંસ્કૃતીકકાર્યક્રમ નું ખુબજ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવી રહ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજ
તા.૨૮,૨૯ ડીસેમ્બર ના રોજ ઉપરોક્ત કાર્યક્રમ નું આયોજન કરી રહી છે. સંસ્થાનો સમગ્ર કાર્યક્રમ થીમ
આધારિત છે. જેમાં આ વર્ષની થીમ “પર્યાવરણ દેવોભવ” સંસ્થા દ્વારા નક્કી કરવા માં આવી છે. જેને
અનુરૂપ સમગ્ર કાર્યક્રમ નું આયોજન થશે.આ વર્ષના સમગ્ર કાર્યક્રમ માટે ઓવર ઓલ ઇન્ચાર્જ ડો.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવાવ્યક્તિગત મળી તૈયાર કરવામાં આવી રહ્યા છે. એન્ટરપેન્યોર ફીયેસ્ટા એ “આયના-મેગ્નેટ”ની સાથે નવાઅભિગમ સાથે છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ દ્વારા શરુ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાથીઓ દ્વારા પોતે બનાવેલગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ને કોલેજ સ્પર્ધાના ભાગ રૂપે ત્રણ દિવસ માર્કેટ ઉપલબ્ધ કરશે. અને યોગ્યતાને
આધારે વિદ્યાર્થીઓને તેમાં ક્રમ આપવામાં આવશે. જેને વિદ્યાર્થીઓ દ્વારા ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.


બીબીઍ કૉલેજ દર વર્ષે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને બહાર લાવવાની તક વિદ્યાર્થીઑ ને પ્રાપ્ત થાય
તે ઉદેશ્યથી રાજ્ય કક્ષાનાં “આયના-મેગ્નેટ” તેમજ “એન્ટરપેન્યોર ફીયેસ્ટા” કાર્યક્રમ નું આયોજન કરે છે.
જેનાથી તેમનો સર્વાંગી વિકાસ થાય સાથે સાથે તેમનામાં પડેલી આંતરિક શક્તિઓ ને ખિલવવા માટેનું ઍક
પ્લૅટફૉર્મ વિદ્યાર્થીઓ ને પૂરુ પાડી શકાય. સંસ્થા દ્વારા મેગ્નેટ મેનેજમેન્ટ ઍગ્જ઼િબિશન નું આયોજન કરવામાં
અવી રહ્યું છે. જેમા પણ કૉલેજ નાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લેવા માટે તૈયારીઓ ચાલી રહી
છે. જેમા વિદ્યાર્થીઓ દ્વારા પ્રૉજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ માં
ઉધોગ સાહસિકતા તેમજ બિજનેસ માટે પ્રેક્ટીકલ અભિગમ સાથે એન્ટર પેન્યોર ફીયેસ્તાની શરૂઆત
કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પોતે વિવિધ ચીજવસ્તુઓ બનવવા ની તેમજ વેચવાની તેના માટે
ના રોકાણ તેમાંથી નફો મેળવવાની કળા તેમજ આવા તમામ મેનેજમેન્ટ ના ગુણ શીખવા નો મોકો મળે.
વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક આ સ્પર્ધાઓ માં ભાગ લઇ રહ્યા છે. સંસ્થાનો અભિગમ કોલેજની સાથેસાથે શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માં મહારથ મેળવે તેવો છે. માટે શાળા ના વિદ્યાર્થીઓને
પણ તમામ સ્પર્ધાઓ માં ભાગ લેવા માટે તક આપવા માં આવે છે.


કાર્યક્રમની સફળતા માટે છેલ્લા ૧૦ દિવસથી વિદ્યાર્થીઓ પોત પોતાના ના કાર્યમાં લાગી ગયા છે.
અભ્યાસની સાથેસાથે કૉલેજમાં અભ્યાસ સમય બાદ દરરોજ બે થી ત્રણ કલાક રોકાઈ અધ્યાપક ગણ તેમજ
બિનશૈક્ષણીક સ્ટાફની મદદથી કાર્યક્રમને સફળ બનાવવા કાર્ય કરી રહ્યા છે. કૉલેજ પાસે અનુભવી
અધ્યાપકોની ટીમ છે. જેમના અનુભવનો લાભ વિદ્યાર્થીઑ ને વિવિધ સ્તરે તૈયારીઓ માં મળે છે. અધ્યાપક
ગણ ના માર્ગદશન હેઠળ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારાજ સંચાલિત થાય છે. જેથી તેઓ માં મેનેજમેન્ટના
સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે અમલમાં મૂકી શકે સમગ્ર રાજ્ય માંથી શાળાઓ નાં વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધા
માં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમજ શાળાઓનાં આચાર્યશ્રીઑ તેમજ સમગ્ર રાજ્યની વિવિધ શાળાનાં શીક્ષકો
પણ અત્રે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારશે. સમગ્ર કાર્યક્રમ માં કૉલેજના સેમેસ્ટર ૨,૪ અને ૬ ના
કુલ ૨૨૫ વિદ્યાર્થીઓ. વિવિધ કમિટિ માં તેમજ ૩૩૦ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લઈ રહ્યા છે.
અંહી વિદ્યાર્થીઓ ને ઇવેંટ મેનેજમેન્ટ નાં વિવિધ પાસાઓ શીખવાનો મોકો મળશે. સમગ્ર ઇવેંટ માં શાળા નાં
વિદ્યાર્થીઓને આમંત્રણ આપવાથી લઈ સંપૂર્ણ ઇવેંટ નું સંચાલન કરવા નો મોકો વિદ્યાર્થીઓને આપવામાં
આવ્યો છે.


ગુજરાતની આ ઍક માત્ર અંડર ગ્રૅજુયેટ કૉલેજ છે. જ્યા ૧૯૯૯ થી ઍકેડેમીક કમ સાંસ્કૃતીક ઇવેંટ નો ટ્રેંડ
સેટ કરવામાં આવ્યો છે. સાંપ્રત સમયમાં અન્ય કૉલેજ દ્વારા આવા કાર્યક્ર્મ ની શરૂઆત થઈ રહી છે. જે
આવકારદાયક છે.પરંતુ ૧૮ વર્ષ સુધી સાતાત્ય પૂર્ણ તેમજ સફળતા પૂર્વક રાજ્યકક્ષા નાં કાર્યક્રમનું
આયોજન કરવુ તે વિદ્યાર્થીઓ ,કૉલેજ નાં સ્ટાફ તેમજ સંસ્થા ના હકારાત્મક અભિગમ વિના શક્ય નથી તેમ
સંસ્થાનાં આચાર્યશ્રી દ્વારા કાર્યક્રમ બાબતે જણાવ્યું હતું કે આ વર્ષે ૯ જેટલી અલગ અલગ સ્પર્ધાઑનું
આયોજન થઇ રહ્યું છે. જેમા સ્કીટ, ગ્રૂપડાન્સ, વક્રુત્વસ્પર્ધા,સોલોડાન્સ,પોસ્ટરમેકિંગ,વન મિનીટ ગેમ,સિંગિંગ
તેમજ મંહેદી,રંગોળી, સુલેખન જેવી સ્પર્ધાઓ આયોજીત થઈ હતી જેમા શાળા લેવલે તમામ સ્પર્ધામાં પ્રથમ
તેમજ દ્વિતીય ક્રમના વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જયારે કૉલેજનાં
વિદ્યાર્થીઓને પણ પ્રથમ તેમજ દ્વિતીય વિજેતા સ્પર્ધકોને ટ્રોફી ઍનાયત કરવામાં આવશે.

Previous articleરાણપુરની મોડેલ સ્કુલ ખાતે ભારતીય સંવિધાન દીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Next articleશ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી