એક્શન ફિલ્મ માટે ટાઇગર જેવી ટ્રેનિંગમાં કાર્તિક વ્યસ્ત

0
111

હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ લવ આજ કલ બાદ કાર્તિક આર્યન પ્રથમ વખત હવે એક્શન ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મ માટે તે હવે ટાઇગર શ્રોફ જેવી ટ્રેનિંગ લઇ રહ્યો છે. કાર્તિક દ્વારા હવે ટ્રેનિંગ સાથે સંબંધિત એક વિડિયો જારી કરીને ચર્ચા જગાવી છે. કાર્તિક છેલ્લે લવ આજ કલમાં હાલમાં નજરે પડ્યો છે. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ ફિલ્મ રહી છે. આ ફિલ્મ કોઇ સારી કમાણી કરી શકી નથી. લવ સ્ટોરી ફિલ્મ હોવા છતાં વેલેન્ટાઇન ડે પર રજૂ થયેલી ફિલ્મ ફ્લોપ પુરવાર રહી છે. તે હવે પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. તે પોતાની કેરિયરમાં પ્રથમ વખત હવે એક્શન ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. તે ફિલ્મને લઇને આશાવાદી પણ છે. કાર્તિકે આની શરૂઆત પણ કરી દીધી છે. એમ માનવામાં આવે છે કે ઓમ રાઉતના નિર્દેશનમાં બનનાર આ ફિલ્મ એક્શન થ્રી ડી ફિલ્મ રહેનાર છે. કાર્તિક હેવ ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરીને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. રોમાન્સ કરી ચુકેલા કાર્તિક હવે પરદા પર કિક અને પંચ મારતા નજરે પડનાર છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશન આ ફિલ્મ અંગે વાત કરતા કાર્તિકે કહ્યુ છે કે તે આને લઇને ખુબ ઉત્સુક છે. આ એક એક્શન ફિલ્મ છે. તે પ્રથમ વખત એક્શન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં સ્ક્રીન પર ક્યારેય આવી ફિલ્મ કરી નથી. ડકેતી અને લુટ જેવા વિષય પર બની રહેલી ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. કાર્તિક કહ્યુ છે કે તે કેટલીક ફિલ્મની પટકથા હાલમાં વાંચી રહ્યો છે. એક્શનવાળી પટકથા હોય અને તે થ્રીડીમાં રજૂ કરવામાં આવેતો તે વધારે રોમાંચ સર્જે છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં તાનાજી ફિલ્મ નિહાળી ચુક્યો છે તે ફિલ્મ જોઇને હેરાન છે. કાર્તિક હાલમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તેની સાથે કામ કરવા માટે યુવા પેઢીની અભિનેત્રીઓ કામ કરવા માટે ઇચ્છુક છે. જેમાં સારા, અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે.ભાવિ સ્ટાર તરીકે તેને જોવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here