છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૮૩૨૬ લોકો કોરોનાથી સંક્રમિત થયાઃ ૨૬૦ના મોત

29

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરીથી વધારો થયો છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૩૨૬ નવા કેસ અને ૨૬૦ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૨૬,૦૩૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૦૩૪ વધી છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ ૧૬,૬૭૧ નવા કેસ નોંધાયા હતા અને ૧૨૦ લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૬,૧૪,૫૯૪ થઈ છે. જ્યારે મૃતકોનો આંકડો ૨૪,૪૩૮ પર પહોંચ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં ૮૫,૬૦,૮૧,૫૨૭ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૬૮,૪૨,૫૨૭ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.લાન્સેટ દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.