ભાવનગરના ભંડારીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા એક જ પરીવારના પાંચ સભ્યોનું ગારીયાધાર પોલીસે રેસ્ક્યુ કર્યુ

536

પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ પરિવાર બચાવ્યો
ભાવનગરમાં ગુલાબ વાવાઝોડાની અસરના પગલે જિલ્લાઓમાં સતત બે-ત્રણ દિવસથી વીજળીના ગડગડાટ સાથે અનરાધાર વરસાદ અને મીની વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તેમજ ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તામાં, નદી-નાળાઓ, ડેમો છલકાયા હતા જેને લઈ લોકોના ઘરોમાં કેડસમાં પાણી ભરાયા હતા અને અનેક ગામોના રોડ પર પાણી ભરી વળ્યાં હતા. જેને લઈ ગારીયાધાર પોલીસે ગામમાં ફસાયેલા પરિવારને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
હાલમા અતીભારે વરસાદની આગાહી હોવાથી નીચાણવાળા વિસ્તારો તેમજ હાઇવે રોડ રસ્તાઓ તેમજ પુરની સ્થીતી સર્જાવાની સંભાવના હોય તેવા વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરવા સુચના કરેલ હોય હાલમા ગારીયાધાર તાલુકા વિસ્તારમા ગતમધ્ય રાત્રીથી અવિરત વરસાદ શરૂ હોય જે અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સ. વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફના માણસો નદી કાઠા વાળા ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગમા હતા.પેટ્રોલિંગ દરમિયાન ભંડારીયા ગામેથી ગ્રામજનો તેમજ મામલતદાર ગારીયાધાર દ્વારા ફોનથી જાણ કરેલી કે ભંડારીયા ગામે સીમવિસ્તારમા સોલાર પ્રોજેકટનુ કામ શરૂ છે ત્યાં ભંડારીયાથી સારીંગપુર વાડી વિસ્તારના રસ્તામા એકજ પરીવારના પાંચ વ્યકતી પાણીના પ્રવાહમાં ફસાયા અને પાણીનુ પ્રવાહનુ જોર વધારે હોવાથી બહાર નીકળી શકે તેમ નથી.
જાણકારી મળતા તાત્કાલિક ગારીયાધાર પોલીસ સ્ટાફ સ્થળે પહોંચી ગામના સ્થાનિક તરવૈયાઓની મદદ લઇ ભંડારીયાથી સારીંગપુર જતા રસ્તા ઉપર નદીના પુરમા પાણીના ધસમસતા પ્રવાહમા એક પરીવાર બાળકો સહીતનો ફસાયેલ હોય અને પાણીના પ્રવાહનુ જોર વધારે હોય જેથી સાથેના સ્થાનિક તરવૈયાઓની મદદ લઇ પાણીના પુરમા ફસાયેલા ત્રણ બાળકો તથા તેના માતાપિતા એમ કુલ પાંચ વ્યકતીઓને સલામત રીતે રેસ્કયુ કરી સલામત સ્થળે મોકલાયા હતા.આ કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ, પો.કોન્સ.વિજયભાઇ ચુડાસમા, વિજયભાઇ મકવાણા, અમીતભાઇ ડાંગર, રાજુભાઇ ડાંગર, લખમણભાઇ ભમ્મર, જીતેન્દ્રભાઇ ડ્રાઇવર સહિતના સ્ટાફે જોડાયા હતા. અને પરિવારને હેમખેમ બહાર કાઢતા પરિવારજનોને હાશકારો થયો હતો.

Previous articleગુલાબ વાવાઝોડાની અસરથી આવેલા વરસાદે ભાવનગર જિલ્લામાં ખેડૂતોના ઉભા પાકનો સોથ વાળી દીધો
Next articleઉમરાળાના રંઘોળી નદી ઉપરનો રંધોળા ડેમ 95 ટકા ભરાઈ જતા આજુબાજુના ગામોને એલર્ટ અપાયું