કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે

154

અમદાવાદ,તા.૭
કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલે ગુજરાત આવશે. જેમાં અમિત શાહ આજે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરશે. આ સાથે અમિત શાહ મહિલા સ્વ સહાય જૂથ ટી સ્ટોલનું પણ લોકાર્પણ કરશે. સઇઝ સ્વામિનારાયણ ગુરુકુલ ઓક્સિજન પ્લાન્ટ તથા શાળા સંકુલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરશે. તથા પાનસર તળાવ બ્યુટિફિકેશ કરાશે, સ્થળની લશે મુલાકાત, ભૂમિ પૂજન કરશે. અમિત શાહ પાનસર પીએચસી સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. આ સાથે શાહ પાનસર જૈન મંદિર પાસે સભાને સંબોધિત કરશે. કલોલ તાલુકાના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. તેઓ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. આ ઉપરાંત, અમિત શાહ પરિવારજનો સાથે નવરાત્રિની આરતીમાં હાજરી આપશે.આજે મોડી રાત્રે અથવા શુક્રવારે સવારે અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગર કોર્પોરેશનમાં જીત બાદ પ્રથમવાર અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે. ૮ ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં શાહ હાજરી આપશે. બીજા નોરતે અમિત શાહ માસણા ખાતે માતાના દર્શને જશે. ગુજરાતમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા, ઉત્તર ગુજરાતની થરા નગરપાલિકા તથા સૌરાષ્ટ્રની ઓખા નગરપાલિકા ઉપરાંત ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સહિત વિવિધ વિસ્તારોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં. જેમાં ભાજપને ઝળહળતી સફળતા સાંપડી હતી. કુલ ૧૮૪ બેઠકો પૈકી ૧૩૬ બેઠકો ભાજપના ફાળે ગઇ હતી. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ૪૪ બેઠકોના પરિણામમાં ૪૧ ભાજપ, કોંગ્રેસને ૨ અને આપને એક બેઠક મળી હતી. થરા,ઓખા અને ભાણવડ પાલિકાના ૭૮ બેઠકોના પરિણામમાં ભાજપને ૫૬, કોંગ્રેસને ૨૨ બેઠકો મળી હતી.