નવલી નવરાત્રિને ધ્યાન પર રાખી ગાયિકા ધારા શાહ દ્વારા ખાસ ગીત તૈયાર કરવામા આવ્યું

622

શેરી ગરબા અને પ્રાચીન સંસ્કૃતિ મુજબ ગીત બનાવવામા આવ્યું
મૂળ ભાવનગરના અને ગુજરાતના જાણીતા ગાયક અને નવરાત્રિમાં જેમના ગીતો દર વર્ષે ખૂબ જ વાગતા હોય છે અને તે ગીતો દ્વારા તેમની સંગીતમય ભક્તિ જેઓ માતાજીને અર્પણ કરતા હોય છે તેવા ધારા શાહ આ વર્ષે પણ કંઈક નવું લઈને આવી રહ્યા છે. ધારા શાહ નિર્માતા ઋષભ અસારાવાલાના સહયોગ સાથે પોતાના ડી.દાસ પ્રોડક્શનના બેનર હેઠળ આ ગીત લાવી રહ્યા છે. ગુજરાતીઓનો માનીતો અને જે તહેવાર પુરા વિશ્વમાં મનાવવામાં આવે છે તેવા તહેવારમાં દરેક લોકો માતાજીની આરતી અને પ્રાર્થના કરતાં હોય છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાનાકાળને કારણે લોકો ગરબા રમી શક્યા નથી અને આ વર્ષે સરકાર દ્વારા આપણા પરંપરાગત શેરી ગરબાની છુટ આપવામાં આવી છે. ત્યારે ધારા શાહ દ્વારા આ વર્ષે “જગજનની” ટાઈટલથી એક નવું જ ગીત લઈને આવી રહ્યા છે અને આ ગીત ધારા શાહ દ્વારા શેરી ગરબા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ બનાવવામાં આવ્યું છે. જે આજના ઢીંચક ગરબાઓથી કંઈક અલગ છે અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવવામાં આ ગીત મદદરૂપ બનશે. આ ગીતને ધારા શાહ દ્વારા જ લખવામાં આવ્યું છે જેનું કંપોઝિશન પણ તેમણે જ કર્યું છે અને આ ગીતને પોતાનો સુંદર કંઠ આપીને માતાજી જગતજનનીને પોતાના કંઠથી ભક્તિ દર્શાવીને પુરા વિશ્વને દરેક રોગથી બચવાની અને સ્વસ્થ રહેવાની પ્રાર્થના કરી છે. ધારા શાહે પોતાના ડી.દાસ પ્રોડક્શનના બેનર હેઠળ આ ગીતનું સુંદર નિર્માણ કર્યું છે. જેમાં તેમણે અભિનય પણ કર્યો છે. આ ગીતને સંગીતથી પ્રખ્યાત સંગીતકાર જીમ્મી દેસાઈએ મઢયું છે જ્યારે દેવ પટેલ દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યું છે. આ ગીતની કોરિયોગ્રાફી સચિન સિંઘે કરી છે અને દિપક મહેશ્વરી દ્વારા એડિટ કરવામાં આવ્યું છે. આ ગીત “જગજનની” નવરાત્રિના તહેવારોમાં લોકોને ગમશે અને દરેક શેરી ગરબામાં આ ગીત ગુંજશે તેમ ધારા શાહે જણાવ્યું હતું.