પાણીની આવક ઓછી થતા શેત્રુંજી ડેમના 5 દરવાજામાં ઘટાડો કરી એક ફૂટ સુધી રાખાયા

656

સતત એક અઠવાડિયાથી ડેમના 10 દરવાજાઓ ખુલ્લા હતા
ભાવનગર જિલ્લામાં મેઘરાજા ઘમાકેદાર આગમન થયું હતું. જેને પગલે જિલ્લાના પાલિતાણા સહિતના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. એક અઠવાડિયા પહેલા 10 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. જે આજે સવારે પાણીની આવક ઓછી થતા શેત્રુંજી ડેમના 5 દરવાજા ઘટાડો કરી એક ફૂટ સુધી રાખવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. તા.2 ઓક્ટોબર થી ડેમના 10 દરવાજા સતત ખુલ્લા હતા. જે આજે સવારે પાણી ની આવક ઘટતા 5 દરવાજનો ઘડાડો કરવામાં આવ્યો છે. આજે સવારે 8:40 આસપાસ વાગે 5 દરવાજા એક ફુટ સુધી કરવામાં આવ્યા હતા. નદીઓમાં 450 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, આમ, છેલ્લા સતત એક અઠવાડિયાથી ડેમના 10 દરવાજાઓ ખુલ્લા હતા. જે ઉપર વાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા દરવાજાઓ પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ તમામ દરવાજાઓ બંધ કરવામાં આવશે.

Previous articleનવલી નવરાત્રિને ધ્યાન પર રાખી ગાયિકા ધારા શાહ દ્વારા ખાસ ગીત તૈયાર કરવામા આવ્યું
Next articleવલ્લભીપુરના નવાગામ પાસે બે બાઈક અથડાતા મેવાસાના યુવાનનું મોત