વલ્લભીપુરના નવાગામ પાસે બે બાઈક અથડાતા મેવાસાના યુવાનનું મોત

731

વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામા આવી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાગામ પાસે બે બાઈક સામસામે અથડાવતા મેવાસા ગામનાં યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામે રહેતો નિતેશ બાબુ મકવાણા ઉ.વ.31 પોતાનું બાઈક લઈને તેનાં ગામેથી કોઈ કામ સબબ વલ્લભીપુર તરફ આવી રહ્યો હતો તે વેળાએ નવાગામ ગામ પાસે કેરી નદીના પુલ પર સામેથી બાઈક લઈને આવી રહેલ કાળું રામજી હેરભા એ પોતાનું બાઈક પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી નિતેશ મકવાણા ના બાઈક સાથે ધડાકાભેર અથડાવતા નિતેશને માથામાં તથા અન્ય ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના કુટુંબી સબંધી ડાયા તળશી મકવાણા એ કાળું રામજી હેરભા વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે આરોપી કાળું વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.