સેનામાં મહિલા અધિકારીઓ કોમ્બેટ ઝોનમાં રહેશે : નરવણે

256

એનડીએમાં યુવતીઓના પ્રવેશ માટેનો રસ્તો સાફ થયો : મહિલા અધિકારીઓને આર્મી એવિએશનમાં પાયલટની ટ્રેઈનિંગ, તેઓને દુર્લભ વિસ્તારોમાં નહીં જવા દેવાય
નવી દિલ્હી,તા.૯
એનડીએમાં યુવતીઓના પ્રવેશ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. તે સિવાય નેવલ એકેડમી અને હવે રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (આરઆઈએમસી)માં પણ યુવતીઓને એન્ટ્રી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ યોજનાને મંજૂરી આપીને આરઆઈએમસીમાં આ વર્ષના ડિસેમ્બર મહિનાથી યુવતીઓના એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના કહેવા પ્રમાણે સશસ્ત્ર બળ અને ભારતીય સેનામાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી કરવામાં આવતો. પછી ભલે તે ભાષા, ધર્મ કે લિંગ કોઈ પણ આધારનો કેમ ન હોય. વધુમાં જણાવ્યું કે, અમારા પાસે આ મુદ્દાઓને લઈ હંમેશા એક સમાવેશી નીતિ રહી છે. જ્યાં સુધી એનડીએમાં મહિલા કેન્ડિડેટની એન્ટ્રીની વાત છે તો તેમણે કદી એમાં કોઈ રિઝર્વેશન નથી રાખ્યું. નરવણેએ જણાવ્યું કે, છેલ્લા ૨ દશકાથી આપણી સેનામાં મહિલા અધિકારી કામ કરી રહ્યા છે. હાલ ભારતીય સેનાની ૧૦ શાખાઓમાં મહિલા આયોગની શરૂઆત કરવામાં આવી છે.
સપોર્ટિંગ આર્મ, સપોર્ટિંગ સર્વિસ, લેસ ઈન્ફેન્ટરી, આર્મર્ડ એન્ડ મિકેનાઈઝ્‌ડ ઈન્ફેંટ્રી. કોઈ પણ પાડોશી દેશે હજુ સુધી કોમ્બેટ આર્મ્સમાં મહિલા અધિકારીઓ માટે રસ્તા નથી ખોલ્યા. જોકે ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. હાલ મહિલા અધિકારીઓને આર્મી એવિએશનમાં પાયલટની ટ્રેઈનિંગ આપવામાં આવી રહી છે. જોકે એટલું નક્કી છે કે, આર્મી એવિએશન દુર્લભ વિસ્તારોમાં નહીં જાય. આ લોકો કોમ્બેટ ઝોનમાં જ રહેશે. જોકે એટલું કહી શકાય કે આપણે લોકો એક સ્ટેપ આગળ વધ્યા છીએ. ધીમે ધીમે આગળ વધીશું અને જરૂરી ફેરફાર કરીશું.

Previous articleડેનમાર્કના વડાપ્રધાનની ભારત મુલાકાત, બન્ને દેશો વચ્ચે ચાર કરાર કરવામાં આવ્યા
Next articleશહેરમાં ચોથા નોરતે શેરી-મહોલ્લામાં ખૈલેયાઓનો ધમધમાટ