શહેરમાં ચોથા નોરતે શેરી-મહોલ્લામાં ખૈલેયાઓનો ધમધમાટ

196

ભાવનગર શહેરના કાળુભા રોડ પાસે આવેલ ઉષા કિરણ ફેલટના ધારકો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા વર્ષો થી સુંદર આયોજન કરી ફેલટ ધારકો અવનવાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવી હતી,

શહેરના ડોન ચોક વિસ્તારમાં સ્થિત સુમેરુ વ્રજ ફ્લેટ ના રહીશો દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક પારંપરિક રીતે નવરાત્રિ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહા આરતી સાથે ગરબા ની રમઝટ થઇ હતી. ભાતીગળ સજાવટ માટે ફ્લેટ રહીશો દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી હતી. સુભાષનગર એરપોર્ટ રોડ જગ્ગન્નાથ પાકૅ – ૨ ખાતે ગોપી મંડળ દ્વારા દરવર્ષે ની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જેમાં સોસાયટીના કમ્પાઉન્ડમાં મંડળની બેહનો તથા બાળકો દ્વારા ગરબે ઘૂમ્યા હતા,

જેમાં ગોપી મંડળની બેહનોમાં કંચનબેન દેસાઈ, શકુંતલાબેન, કોકિલાબેન, રમાબેન સોની સહિતના સભ્યો એ સારી જહેમત ઉઠાવી હતી. વાઘાવાડી રોડ પર આવેલ માધવબાગ-૧ ખાતે ત્રીજા નોરતે સુંદર ગરબાનું આયોજન કરાયું હતું તથા મહિલા અને બાળકો, સોસાયટીના સભ્યો ટ્રેડિશનલમાં રાસની રમઝટ બોલાવી હતી, સોસાયટી દ્વારા રાસ રમતા સભ્યો માટે દરરોજ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. શેરી ગરબામાં લોકો મન મૂકી ને ઝૂમી રહ્યા છે.