દેશમાં કોલસાની કોઈ જ કમી નથી : કેન્દ્રીય ઉર્જા મંત્રી

118

આ પેનિક માત્ર એક મેસેજને કારણે થયું છે, ટાટાના સીઈઓએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે : દિલ્હીમાં વીજળી સંકટ નહીં : આરકે સિંહ
નવી દિલ્હી, તા.૧૦
દેશમાં મોટા વીજળી સંકટની આશંકા પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોલસાની કમી નથી. આ વાતને કારણ વગર આગળ વધારવામાં આવી રહી છે. ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યુ કે કાલે (શનિવાર) એ સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલ સાથે વાત કરી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીનેને પત્ર મોકલ્યો છે. મેં તેમને કહ્યુ કે, વીજળી ઉપલબ્ધ છે અને ઉપલબ્ધ રહેશે. આજે અમે બેઠક બોલાવી હતી. દિલ્હીમાં વીજળીની આપૂર્તિ પૂરી છે અને આગળ પણ થતી રહેશે. આરકે સિંહે કહ્યુ કે, કોઈ આધાર વગર પેનિક થયું કારણ કે એક મેસેજ ચાલ્યો ગયો. તે મેસેજ GAIL એ મોકલ્યો હતો કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો હતો. અમે કહ્યું કે આપૂર્તિ કરતા રહીશું ભલે ઇમ્પોર્ટેડ ગેસ કેમ ન હોય? દેશભરમાં ગેસ ઉપલબ્ધ કરાવીશું. કોઈ કમી ન હતી અને ન થશે. તેમણે આગળ કહ્યુ કે સંકટ ક્યાંય નહતું, તે બનાવવામાં આવ્યું છે. ટાટાના સીઈઓએ ચેતવણી આપી કે જો આવા પ્રકારના નિરાધાર મેસેજ મોકલવામાં આવ્યા તો કાર્યવાહી થશે. જેટલો સ્ટોક ઉપલબ્ધ થઈ રહ્યો છે તેનાથી વધુ આવી રહ્યો છે. પ્રહ્લાદ જોશી સાથે સતત વાત થઈ રહી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ઉર્જા મંત્રીએ કહ્યુ કે, મુખ્યમંત્રી કેજરીવાલે પત્ર લખ્યો છે પરંતુ આવી કોઈ સમસ્યા નથી. કોલસો જેટલો જરૂરી છે, ત્યાં એટલો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ડિમાન્ડ વધી છે એટલે આપણી ઇકોનોમી વધી રહી છે. તે વાતની અમને ખુશી છે.