અનંતનાગમાં અથડામણમાં બે આતંકવાદીનો ખાતમો

148

યુપીની એક વ્યક્તિને મહત્વના પ્રતિષ્ઠાનોની સૂચનાઓ આતંકીઓ સાથે શેર કરવાના શકમાં પકડી લેવામાં આવ્યો
શ્રીનગર , તા.૧૧
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં સેનાના જવાનોએ બે આતંકીનો અત્યાર સુધીમાં ઠાર કર્યા છે.કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે અનંતનાગમાં ખગુંડ વેરીનાગ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ભાળ મળતા જ ઈનપુટ પર જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફએ સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું. અભિયાન શરૂ થતા જ છૂપાઈ બેઠેલા આતંકીઓએ ટુકડી પર ફાયરિંગ કરવા માંડયું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ. બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જો કે ઓપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા ખબર પડી શકશે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. યુપીના એક વ્યક્તિની મહત્વના પ્રતિષ્ઠાનોની સૂચનાઓ પાકિસ્તાન સ્થિત આતંકીઓ સાથે શેર કરવાના શકમાં રવિવારે જમ્મુથી પકડવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન સમૂહે ગાંધીનગર વિસ્તારમાંથી તેને પકડ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિએ પોતાના પાકિસ્તાનના આકાઓ સાથે પ્રાર્થના સ્થળો સહિત મહત્વના પ્રતિષ્ઠાનોના વીડિયો શેર કર્યા હતા. એક અન્ય મામલે પોલીસે જમ્મુના નગરોટાથી એક પિસ્તોલ ચોરી કરનારા અપરાધીની ધરપકડ કરી. મોહમ્મદ મુસ્તાક ઉર્ફે ગુંગીએ હાલમાં જ મીરાન સાહેબ વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી હથિયાર છીનવી લીધા હતા અને ફરાર થયો હતો. ચોરી કરાયેલી પિસ્તોલ પણ મળી આવી છે.