શહેરમાં સતત બીજા દિવસે પણ જુદા જુદા 30 સ્થળોએથી ખાદ્યપદાર્થના નમુના લેવાયા

570

દશેરા અને દિવાળી તહેવારોના દિવસોમાં ફરસાણ-મીઠાઈ સહિતના ખાદ્યપદાર્થનુ વેચાણ વધતુ હોય છે પરંતુ કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે અને આવા ભેળસેળીયા વેપારીઓ સામે પગલા લેવા ભાવનગર મહાપાલીકાના ફુડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી નમુનાઓ લેવાઈ છે જેના ભાગરૂપે શહેરના જુદા જુદા 30 સ્થળોએથી જલેબી, ચોળાફળી, મીઠાઈ, પાપડી વગેરે ખાદ્યપદાર્થના 30 જેટલા નમુના લેવાયા હતા. આ કામગીરી આજે સવારથી પણ શરૂ રખાઈ છે તંત્ર દ્વારા નમુના લેવાતા ભેળસેળીયા વેપારીઓમાં ભય અને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

મહાપાલિકાના ફૂડ વિભાગે શહેરના સંત કવરામ ચોક, માધવદર્શન, નવાપરા, ઘોઘાસર્લ, સુભાષનગર, ઘોઘારોડ વગેરે વિસ્તારમાં 30 મીઠાઈ-ફરસાણની દુકાનમાંથી ખાદ્યપદાર્થના 30 નમુના લીધા છે, જેમાં 30 જલેબી, મીઠાઈના અને 21 પાપડી ગાઠીયા, ચોળાફળી વગેરે ફરસાણના નમુના લેવામાં આવ્યા હતાં. નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે આ ઉપરાંત આજે બુધવારે પણ સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી નમુના લેવામાં આવી રહ્યા છે. તંત્રએ ભેળસેળીયા વેપારીઓ સામે લાલ આંખ કરતા આવા વેપારીઓમાં ભય અને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ગાંધીનગર થી સૂચનાને ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય અધિકારી આર.કે સિન્હાના દ્વારા સિનિયર ફૂટ સફેટી ઓફિસર મનીષભાઈ પટેલ તથા ફૂટ સેફટી અધિકારી દેવાંગભાઈ જોષી તથા સ્ટાફના માણસો દ્વારા શહેરના નવા ભળેલા સિદસર, અધેવાડા, શિવાજી સર્કલ, ચિત્રા, લીલા સર્કલ, રામમંત્ર મંદિર સહિતના સ્થળોએ નમૂના લેવામાં આવ્યા હતા. આમ છેલ્લા બે દિવસમાં શહેરમાં 60 થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા.