સદગુરૂ સ્કૂલ-ઠળિયા દ્વારા ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી

329

સદગુરુ સ્કૂલ ઠળિયા દ્વારા ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો માં આધાશક્તિ માતાજીના નવરાત્રી પર્વ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થયું જેમાં માતાજીના ગરબા, માતાજીની ઉપાસનાનું મહત્વ, નવરાત્રી પર્વનુ મહત્વ વગેરે માહિતી બાળકોને આપવામાં આવી. ત્યારબાદ ભાઈઓ અને બહેનોએ રાસ ગરબા લીધા. ધોરણ ૭ અને ૮ ના બાળકો દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીના આશીર્વાદ મેળવવા જોરદાર તલવાર બાજી પણ રાખવામાં આવી હતી કાર્યક્રમના અંતે એક થી ત્રણ નંબર મેળવનાર બાળકો ને ઇનામ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ ટાઢા દ્વારા કરવામાં આવ્યું હતું.