ભાવનગર વાસીઓએ વિજયાદશમીના પર્વ પર જલેબી અને ચોળાફળીની જયાફત માણી

559

દરવર્ષે લાખોની જલેબી-ચોળાફળીની ખપત થાય છે પણ કોરોનાના છેલ્લા બે વર્ષથી નોંધપાત્ર ઘડાડો થયો
ભાવનગર શહેરમાં નવલા નોરતાના સમાપન બાદ આજે વિજયા દશમી એટલે દશેરાની ઉજવણી પુરી આસ્થા સાથે કરવામાં આવે છે, જેમાં લોકો એ ગરબો વળાવી(ઉથાપન) કરી જલેબી, ચોળાફળી નો નૈવેદ્ય ધરી સ્વાદિષ્ટ વાનીઓ ની ભરપેટ જ્યાફત માણી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

આજના દિવસે આમ વર્ગ ગૃહે પધરાવેલ ગરબાનું ઉથાપન કરતાં પૂર્વ જલેબી-ચોળાફળી નો નૈવેદ્ય ધરે છે લોકો એ આ પ્રાચીન-અર્વાચીન રસમ ને અકબંધ રાખી હતી, જેમાં પંડિતો દ્વારા વેદોની ઋચાગાન સાથે શસ્ત્ર ધારકોને પૂજન કરાવ્યું હતું. તો બીજી તરફ મીઠાઈ-ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની કતારો જોવા મળી હતી. ગોહિલવાડ વાસીઓએ ઝલેબી-ચોળાફળી, ફાફડા સહિત ના વ્યંજનો ની ધોમ ખરીદી કરી હતી અને અવનવા વ્યંજનો નો આસ્વાદ ભરપેટ માણ્યો હતો, શહેર તથા જિલ્લામાં કેટલાક સ્થળોએ માતાજી ના બાળ સ્વરૂપ કુવારીકા ઓનુ પૂજન પણ કરવામાં આવ્યું હતું. દવે મીઠાઈવાળા કિશનભાઈએ જણાવ્યું હતું કે લોકો નવરાત્રિ પુરી થયા બાદ દેશરાની ઉજવણી કરે છે જેમાં દેશરા નિમિતે ભાવનગર વાસીઓ જલેબી-ચોળાફળીની ખાઈને ઉજવણી કરે છે પણ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ખપત ઓછી રહે છે.