રિષભે અમ્પાયર અનિલ ચૌધરી સાથે એવી ટીખળ કરી કે તેઓ ડઘાઈ ગયા

102

દુબઇ,તા.૧૫
આઇપીએલની પહેલી ક્વોલિફાયર મેચ ચેન્નઈ સામે હારી ગયા બાદ રિષભ પંત માટે કોલકાતા સામેની મેચ કરો અથવા મરો સમાન હતી, પરંતુ આ મેચ દરમિયાન પણ તે તોફાન-મસ્તી કરતો જોવા મળ્યો હતો. તે ગ્રાઉન્ડ પર બોલ બોક્સ લઈને ઊભેલા અમ્પાયર અનિલ ચૌધરી સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો હતો. જોકે પંતની મસ્તી પહેલા અનિલ સમજી ના શક્યા અને ડઘાઈ ગયા હતા, પરંતુ પાછળથી રિષભે મામલો થાળે પાડી દીધો હતો. પંતની આવી મસ્તીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.અનિલ ચૌધરી બોલનું બોક્સ લઈને અશ્વિન સાથે ઊભા હતા. ત્યારે અશ્વિન વિવિધ બોલની ગ્રિપને ચકાસી રહ્યો હતો. તેવામાં અમ્પાયર અનિલ ચૌધરીની પાછળથી અમ્પાયર અચાનક આવી જાય છે અને અનિલ ભાઈને જાણે બોલાવી રહ્યો હોય તેમ ટચ કરીને બીજી બાજુ ખસી જાય છે. કેટલાક સમય સુધી તો અમ્પાયર અનિલ ચૌધરી પણ આમ-તેમ જોવા લાગ્યા હતા. તેમને પણ જાણ રહેતી નથી કે ગ્રાઉન્ડમાં તેમને કોણ ટચ કરીને જતું રહ્યું.અમ્પયાર અનિલ ચૌધરીને આવી રીતે અસમંજસમાં જોઈને પંતે તાત્કાલિક મામલો થાળે પાડી દીધો હતો. તેણે બીજી બાજુથી અનિલ ચૌધરીને બોલાવીને જાણે એમ કહ્યું હતું કે તમે આમ-તેમ ફાંફાં ના મારો, મેં તમારી સાથે મજાક કરી છે. જોકે અમ્પયારે પણ પંતની આ પ્રતિક્રિયા સામે નારાજગી વ્યક્ત નહોતી કરી અને હસવા લાગ્યા હતા.