ગુજરાત સ્થાપના દિને રાષ્ટ્રપતિ અને પી.એમ.એ શુભેચ્છા પાઠવી

1260
guj252018-6.jpg

ગુજરાતના ૫૮મા સ્થાપના દિન નિમિત્તે રાજ્યભરમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓ ભેટ આપ્યા છે. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ સાથે જ ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટÙપિતા આપ્યા છે. જેમાં ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટÙપ્રેમી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.તો આજના ગુજરાતનો પાયો ઈન્દુચાચાએ નાંખ્યો હતો. ૧મેં ૧૯૬૧ના રોજ ગુજરાતી ભાષી રાજ્ય ગુજરાતની થઈ સ્થાપના હતી અને ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે આ દિવસે પીએમ મોદીથી લઈને રાષ્ટÙપતિ સહિતના નેતાઓએ ગુજરાતને શુભકામના પાઠવી.

Previous articleજળસંચય- જળસંગ્રહના ૭૭૯૫ કામ રુ. ૯૦૪૫ લાખના ખર્ચે હાથ ધરાશે
Next articleગુજરાત સ્થાપના દિનની રાજયવ્યાપી ઉજવણી