રાણપુરમાં શ્રી રાંદલધામ મંદીરે વલ્લભ ભટ્ટ રચીત ગરબાનું આયોજન કરવામાં આવ્યુ..

456

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર સેખુડા ના માર્ગે આવેલ પવિત્ર શ્રી રાંદલધામ મંદીર ખાતે નવરાત્રી દરમ્યાન વલ્લભ ભટ્ટ રચીત ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નવરાત્રીના નવ દિવસ સુધી પૌરાણિક ગરબા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગરબા માં લાભ લીધો હતો.શ્રી રાંદલધામ મંદીરના સેવક હંસાબેન પરેશભાઈ ગદાણી તથા જયેશભાઈ,દિપકભાઈ,ભરતભાઈ પરમાર સહીતના ભક્તોએ વલ્લભ ભટ્ટ રચીત ગરબાનું ગામ કરવામાં આવ્યુ હતુ.નવરાત્રી ના નવ દિવસ દરમ્યાન શ્રી રાંદલધામ મંદીર તરફથી ભક્તોએ લાણી વિતરણ કરવામાં આવી હતી.અતિ ભક્તિભાવ પુર્વક આ વલ્લભ ભટ્ટ રચીત ગરબા ગાવામાં આવ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર