અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી દીલ્હી ખાતે યોજાઈ

67

અખિલ ભારતીય કારોબારીમાં ગુજરાતને સૌપ્રથમ વખત મળ્યું સ્થાન : જૂની પેંશન યોજના અને વ્યાયામ શિક્ષકોના પ્રશ્નો સહિત વિવિધ પ્રશ્નો ચર્ચાયા
દીલ્હી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી અને સાધારણ સભામાં પ્રથમ દિવસે રાષ્ટ્રીય શિક્ષા નીતિ વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠી થી પ્રારંભ થયો જેમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી માન.ડો.સુભાષ સરકાર ઉપસ્થિત રહ્યા તમામ રાજયોના હોદ્દેદારો દ્વારા સંગઠન ની ગતિવિધિઓ, સદસ્યતા, સેવાકાર્યો,રચનાત્મક કાર્યો તથા સંગઠન દ્વારા દેશભરમાં થતાં વિશેષ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી સંગઠન ના સંપર્કિત અધિકારી શ્રી સુનિલભાઈ મહેતા સહિત અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સંગઠન દ્વારા થયેલા સદસ્યતા અભિયાન, શિક્ષકોના પ્રશ્નો અંગે થયેલા આદોલનાત્મક કાર્યક્રમ, રચનાત્મક કાર્યક્રમો,દિકરી દત્તક યોજના સહિત વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બેઠકના બીજા દિવસે સાધારણ સભામાં સંગઠનના બંધારણ પ્રમાણે દર ત્રણ વર્ષે યોજાનારી અખિલ ભારતીય કારોબારી ની ચૂંટણી અધિકારી બાલકૃષ્ણ ભટ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવી જેમાં વિભિન્ન રાજયોના હોદ્દેદારો દ્વારા મુકવામાં આવેલ વિવિધ જવાબદારી ઓ માટેના નામો ના પ્રસ્તાવ ને વિવિધ રાજ્યોના હોદ્દેદારો એ અનુમોદન આપી સર્વાનુમતે કેન્દ્રીય કારોબારી ના ૧૯ ( ઓગણીસ ) સભ્યો ને ચૂટાયેલા જાહેર કરવામાં આવ્યા ઉપરોક્ત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણીમાં કેન્દ્રીય ટીમ માં ૧૯ હોદ્દેદારો પૈકી ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તથા રાજ્ય ના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ આર.પટેલનો સમાવેશ કરી પ્રાથમિક સંવર્ગના અખિલ ભારતીય સચિવ તરીકે જવાબદારી આપવામાં આવી અખિલ ભારતીય સ્તરે વિવિધ પ્રકોષ્ટ પૈકી શૈક્ષિક પ્રકોષ્ટ માં ગુજરાત ના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન રાજ્ય સંગઠન મંત્રી ઘનશ્યામ ભાઈ એન.પટેલ નો સમાવેશ કરવામાં આવ્યો આ ઉપરાંત કેન્દ્રીય સ્તરે વિવિધ કોર ટીમ પૈકી મહિલા કોર ગૃપ માં રાજ્ય ની વર્તમાનમાં મહિલા ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહેલા શ્રીમતી પલ્લવી બેન પટેલ ને અખિલ ભારતીય મહિલા કોર ગૃપ માં સ્થાન આપવામાં આવ્યું.
ગુજરાત સંગઠન ના હોદ્દેદારો ને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતાં ગુજરાત સંગઠન દ્વારા કેન્દ્ર માં થયેલી નિયુક્તિઓ ને આવકારી રાષ્ટ્રીય સંગઠન નો આભાર માનવામાં આવ્યો બે દિવસ ની અખિલ ભારતીય બેઠકમા ગુજરાત માં થી ભીખાભાઇ પટેલ, ઘનશ્યામ ભાઈ પટેલ, રતુભાઈ ગોળ, મિતેશ ભાઈ ભટ્ટ, પલ્લવી બેન પટેલ, રમેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યાં.