ભાવનગરના બે મહિલા આર્ટીસ્ટોનું જયપુર ખાતે ચિત્ર ફોટો પ્રદર્શન

2809
bvn552018-3.jpg

જયપુરની ચાર્તુદિક આર્ટ ગેલીરી ખાતે તા. ૭ થી ૧ઢ મે સુધી યોજાનાર મેગા ચિત્ર અને ફોટો પ્રદર્શનમાં ભાવનગરના આર્ટીસ્ટ મનીષા કપાસી અને ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા ભાગ લેશે. આ પ્રદર્શનમાં ભાવનગર, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, જયપુર, બીકાનેર, હનુમાનગઢ, શરદશહર, દહેરાદુન, જાલોર વગેરેના ૩૪ આર્ટીસ્ટો ભાગ લેશે. પ્રિયબા દ્વારા જયપુરમાં આ બીજુ પ્રદર્શન છે. જયારે તેમના પ્રદર્શનો જયપુર, સીમલા, ગોવા, પુના વગેરેમાં યોજાયા છે. પ્રિયબા જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાના પુત્રી છે. 

Previous articleઈશ્વરિયાના પાટિયા પર અકસ્માતો રોકવા ગતિઅવરોધક મુકવા માંગ
Next articleદેવળીયા ગામે ડીજીટલ સાક્ષરતા પ્રમાણપત્ર વિતરણ