વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ

9

વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી લાંબા સમયબાદ ભાવનગરમાં વિવિધ સેવાકીય કાર્યોના લોકાર્પણ માટે આજે ભાવનગર આવ્યા હોય તેમની ઉપસ્થીતીમાં આજે ત્રિવીધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં આજે નવાપરા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશન ભાવનગર તથા ભાવનગર શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે ટોરેન્ટ ફાર્માના સૌજન્યથી હાડકામાં રહેલ કેલ્શીયમની ઘનતા માપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્‌ઘાટન વ્રજરાજકુમારજી સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશન ભાવનગરના પ્રભારી અલ્પેશભાઈ શેઠ, એએસપી સફીન હસન, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ત્યારબાદ પોલીસસ્ટાફ સહિતના લોકોનો કેલ્શીયમ તપાસ કેમ્પ યોજાયો હતો. દ્વિતીય કાર્યક્રમમાં એરપોર્ટ રોડ ખાતે વલ્લભયુથ ઓર્ગેનાઈઝશન અને ગ્રીનસીટીના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં દેવેનભાઈ શેઠ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શહેરના રૂવાપરી રોડ ખાતે આવેલ લેપ્રેસી હોસ્પિટલમાં ઓકસીજન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.