ઠાડચ ગામે પોલીસ કોન્સ્ટેબલની ડેમો કસોટી યોજાઈ

9

ઠાડચ ગામમાં આવનાર પોલીસ ભરતીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો, વિર ભગતસિંહ ગ્રાઉન્ડ દ્વારા ઠાડચ ગામમાં પોલીસ કોન્સ્ટેબલની આવનાર ભરતી અંતર્ગત ડેમો કસોટી યોજવામાં આવી, તા.૨૩/૧૦/૨૦૨૧ના રોજ બહેનોની અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ ભાઈઓની મેદાની પરીક્ષા યોજાઈ અને તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે ઠાડચ પ્રાથમિક શાળા ખાતે લેખિત પરીક્ષા યોજવામાં આવી જેમાં કુલ-૫૦ કરતા વધારે ભાઈઓ-બહેનોએ ભાગ લીધો.ગામના કર્મચારી મિત્રો તથા પંકજ જોષી કરીયર ઈન્સ્ટીટ્યુટ-ભાવનગર દ્વારા સહકાર આપવામાં આવ્યો.