અભિનેત્રી શિરીન મિર્ઝાએ જયપુરમાં નિકાહ કર્યા

87

મુંબઈ,તા.૨૫
સીરિયલ યે હૈ મોહબ્બતેં’ની એક્ટ્રેસ શિરીન મિર્ઝાએ શનિવારે સાંજે ફિઆન્સે સાથે નિકાહ કરી લીધા છે. દિલ્હીના આઈટી પ્રોફેશનલ હસન સરતાજ સાથે શિરીને જયપુરમાં નિકાહ કર્યા છે. નિકાહમાં શિરીને લાલ રંગનો લહેંગો પહેર્યો હતો અને મિયાં હસન ગોલ્ડન-વ્હાઈટ રંગની શેરવાનીમાં જોવા મળ્યા હતા. જયપુર પાસે આવેલી એક સબઅર્બન હોટલમાં શિરીન અને હસને જીવનભરનો સાથ ’કૂબૂલ હૈ’ કહીને કબૂલ કર્યો હતો. શિરીન અને હસને ’કૂબૂલ હૈ’ કહેતાં જ તમામ મહેમાનોએ નવદંપતીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. દીકરીના લગ્ન થતાં પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. શિરીનના પિતા મિર્ઝા ઈકતેદાર બૈગે લાગણીશીલ થતાં કહ્યું, હું આ ક્ષણ ખુશ અને ભાવુક બંને છું. મારી નાનકડી દીકરી હવે પરણી ગઈ છે અને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જોકે, હવે તે અમારું ઘર છોડીને જતી રહેશે એ વિચાર મને દુઃખી કરે છે. મારા ઘરની રોશની હવે કોઈ બીજાના ઘરે ઉજાસ પાથરશે. પોતાની ખુશી વ્યક્ત કરતાં શિરીને કહ્યું, આખરે હું પરણી ગઈ. આ સ્વપ્ન સમાન લાગે છે. બધું આટલું જલદી થઈ જશે, મેં વિચાર્યું નહોતું. હું મારા બેસ્ટ ફ્રેન્ડ હસનને પરણી રહી છું અને હું મારા મિસ્ટર રાઈટમાં શોધતી હતી તે બધું જ હસનમાં છે અને આ માટે હું ઉપરવાળાાનીઆભારી છું. શિરીનના લગ્ન ખૂબ ધામધૂમથી પૂરા થયા છે. હલદી અને સંગીત સેરેમનીમાં શિરીને પરિવાર અને મિત્રો સાથે ખૂબ ધમાલ કરી હતી. શુક્રવારે સાંજે શિરીનની હલદી અને મહેંદી સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ’યે હૈ મોહબ્બતેં’ના તેના મિત્રો જેવા કે, દિવ્યાંકા ત્રિપાઠી, અલી ગોની, ક્રિષ્ના મુખર્જી હાજર રહ્યા હતા. શિરીનાની પ્રી-વેડિંગ સેરેમની માટે આખો હોલ તેની પસંદગી મુજબ ફ્લોરલ થીમ પર સજાવાયો હતો. શિરીને મોટી સ્માઈલ સાથે બોલિવુડના ગીતો પર ડાન્સ કરતાં-કરતાં મ્યૂઝિકલ એન્ટ્રી કરી હતી. હલદી સેરેમનીમાં શિરીને પીળા રંગનો લહેંગો અને ફ્લોરલ જ્વેલરી પહેરી હતી. થીમને ધ્યાનમાં રાખીને તેના મિત્રો પણ પીળા રંગના કપડાંમાં જોવા મળ્યા હતા. અલી ગોની બ્લૂ જિન્સ અને યલો ટી-શર્ટ પહેરીને હલદી સેરેમનીમાં સામેલ થયો હતો જ્યારે બાકીના મહેમાનો ટ્રેડિશનલ કપડાંમાં હતા. હલદી બાદ સંગીત સેરેમની યોજાઈ હતી જેમાં શિરીન અને તેના પરિવારે ખૂબ ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં મોટાભાગે ૬૦ અને ૭૦ના દશકાના ગીતો પર સૌએ ડાન્સ કર્યો હતો.

Previous articleશેત્રુંજી ડેમ શાળા ખાતે પીટીસીના તાલીમાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
Next articleહાર માટે ખરાબ બોલીંગ જવાબદાર : રોહિત