હાર માટે ખરાબ બોલીંગ જવાબદાર : રોહિત

1

મુંબઈ, તા.૨૫
ભારત પાસે ક્યાંકને ક્યાંક છઠ્ઠા બોલરનો અભાવ હતો. કારણ કે તેના તમામ પાંચ મુખ્ય બોલરો નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં, જો કોઈ છઠ્ઠો બોલર હોત, તો કદાચ તે ભારત માટે કંઈક કમાલ કરી શક્યો હોત. યોગ્ય પ્લેઈંગ ઈલેવનની પસંદગી ન કરવી પણ એક કારણ હોઈ શકે છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો નથી, તેથી તેના સ્થાને શાર્દુલ ઠાકુરની પસંદગી થઈ શકી હોત. ઠાકુર એક શાનદાર બોલર છે અને બેટથી પણ કમાલ કરી શકે છે. દરમિયાન આ મોટી મેચમાં વરુણ ચક્રવર્તીને બદલે રવિચંદ્રન અશ્વિનના અનુભવને પ્રાધાન્ય આપી શકાયું હોત.ભારતીય ક્રિકેટ ના ઈતિહાસમાં રવિવાર ૨૪ ઓક્ટોબરે જે બન્યું તે પહેલાં ક્યારેય બન્યું ન હતું. વર્લ્‌ડકપના ઈતિહાસમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું ન હતું. પરંતુ ૈંઝ્રઝ્ર ટી ૨૦ વર્લ્‌ડ કપ-૨૦૨૧ માં આ ઈતિહાસ બદલાઈ ગયો. આ મેચ પહેલા ૧૨ મેચમાં ભારત હંમેશા પાકિસ્તાન સામે જીત્યું હતું. તેમાંથી વનડે વર્લ્‌ડ કપમાં સાત અને ટી-૨૦ વર્લ્‌ડ કપમાં પાંચ વખત જીતનો સમાવેશ થાય છે, પરંતુ આ વખતે વાર્તા બદલાઈ અને વર્લ્‌ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત હરાવ્યું. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે ૧૫૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ લક્ષ્ય ૧૭.૫ ઓવરમાં વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ભારતની આ હારનું કારણ શું હતું, ચાલો તે કારણો જોઈએ. ઓપનિંગ જોડીની જવાબદારી ટીમને મજબૂત શરૂઆત અપાવવાની છે. પરંતુ ભારતની ઓપનિંગ જોડી આ ટાસ્કમાં નિષ્ફળ રહી હતી. આની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલ ના ખભા પર હતી પરંતુ બંને નિષ્ફળ રહ્યા હતા. આ બંને બેટ્‌સમેનોને શાહીન શાહ આફ્રિદી એ આઉટ કર્યા હતા. લોઅર ઓર્ડરની નિષ્ફળતા પણ ભારતની હારનું કારણ હતું. શરુઆતના ઝટકાઓ પછી, વિરાટ કોહલી અને રિષભ પંતે ભારતનો હવાલો સંભાળ્યો હતો. બંને એ ૫૩ રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ ભાગીદારી તૂટી જતાં જ વિરાટ કોહલી એકલો પડી ગયો હતો. તેને નીચલા ક્રમમાં કોઈ સમર્થક મળી શક્યો નથી. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા અને તેથી ભારત મોટો સ્કોર કરી શક્યું નહીં. બોલરોની નિષ્ફળતા એ પણ મોટુ કારણ રહ્યુ હતુ. આમ તો ભારતના બોલરોના ખૂબ વખાણ થઈ રહ્યા હોય છે. એવું કહેવામાં આવે છે કે ટીમ ઇન્ડિયાનું વર્તમાન બોલિંગ આક્રમણ ગમે તે વિકેટ પર તાકાત બતાવી શકે છે. પરંતુ આ મેચમાં ભારતીય બોલરો તેમની શાખ મુજબ પ્રદર્શન કરી શક્યા નહી અને ટીમ ૧૦ વિકેટથી હારી ગઈ છે. એટલે કે ભારતીય બોલરોએ એક પણ વિકેટ લઇ શક્યા નથી. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીને ભારતીય બોલરોને વિકેટ મેળવવી મુશ્કેલ બનાવી દીધી હતી.