“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ૨૦૨૧ યોજાયો

109

ધોરણ ૬ થી ૧૦ માં શાળામાં ભણતા ૧૦૦ બાળકોએ ભાગ લીધો
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની થીમ પર ભાવનગર શહેરકક્ષાએ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૧/૧૧/૨૦૨૧ દરમ્યાન યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર વિસ્તારના શાળામાં ભણતા ધોરણ ૬ થી ૧૦ સુધીના ૧૦૦ બાળકોએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમનું ઉદ્દઘાટન તા.૨૮/૧૦/૨૦૨૧ નાં રોજ ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેનશ્રી રાજદીપસિંહ જેઠવાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમ તા.૦૧/૧૧/૨૦૨૧ નાં રોજ સાંજે ૦૬ઃ૦૦ કલાકે પૂર્ણ થયેલ. આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વર્કશોપ પૂર્ણ કર્યા બદલ સન્માન પત્ર આપીને ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ તથા “અરૂણોદય” ટ્રસ્ટના ટ્રસ્ટી આશિષભાઈ ભલાણીનાં હસ્તે આ કાર્યક્રમ પૂર્ણ કરેલ અને તમામ બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં બાળકોને ચિત્ર વિશે તમામ માહિતીથી ચિત્ર નિષ્ણાંત અશોકભાઈ પટેલ તથા અશોકભાઇ કાલાણી દ્વારા અવગત કરવામાં આવેલ અને આ કાર્યક્રમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સીમાબેન ગાંધીનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Previous articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 89મી વાર અનાજ કીટનું વિતરણ કરાયું
Next articleઆજથી હીરા ઉદ્યોગમાં ૨૦ દિવસનું દિવાળી વેકેશન