આજે પ્રકાશ પર્વ દિપાવલી : કાલે નવા વિક્રમ સવંતનો પ્રથમ સુર્યોદય

9

દિપાવલી નિમિત્તે આજે ઠેર ઠેર ચોપડા પુજનના કાર્યક્રમો યોજાયા
અમાસના અંધકાર ત્યજીને પરમ તેજોમય પ્રકાશ તરફ લઈ જતાં સમય સાથે વિર વિક્રમસંવંત ૨૦૭૮ નો આજે અંતિમ દિવસ છે આજરોજ ગાઢ અંધકારમાં ફટાકડા ની આતશબાજી સાથે ભારતવર્ષ સાથોસાથ ગોહિલવાડમાં દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે વેપારી પેઢીઓ અને ફેકટરીઓમાં ચોપડા પૂજન કરવામાં આવ્યા હતા.

હિંન્દુ વર્ષ નો અંતિમ માસ એટલે આસોમાસ આસો માસના વદ પક્ષે અમાસના રોજ વર્ષો જૂની આદી પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે ગૃહે ગૃહે દિવડાઓ પ્રગટાવી આબાલવૃદ્ધ સૌવ કોઈ આતશબાજી ના અવસર સાથે વિર વિક્રમસંવંત ૨૦૭૯ને વધાવવા તત્પર બન્યાં છે

ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દિપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકો એ પૂર્ણ કરી છે આજે રાત પડે અને નવો સૂર્યોદય થાય એવો ઝગમગાટ જોવા મળશે આનંદ ઉમંગ ઉત્સાહનુ તેજોમય પર્વ એટલે દિપાવલી-નૂતનવર્ષ આમ તો દિપોત્સવ પર્વ શ્રૃંખલાની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આજે દિવાળીથી સળંગ પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્વોની ઉજવણીઓ નો દૌર યથાવત રહેશે બેસતાં વર્ષનાં દિવસે દુકાનો-પેઢીઓ ફેક્ટરીઓ સહિતના વ્યવસાયી-વાણીજ્યક એકમોમાં શુકનવંતુ મહૂર્ત કરવામાં આવશે તો અનેક લોકો લાભ પાંચમથી મહૂર્ત સાથે વ્યવસાયી એકમો ફરી શરૂ કરશે ભાવનગર શહેર માં દિવાળી પર્વ અન્વયે અંતિમ ઘડી સુધી વિવિધ વસ્તુઓ સાથે ફટાકડા ખરીદવાનો વણથંભ્યો માહોલ યથાવત જોવા મળ્યો હતો ત્યારે આજદિન સુધી શરૂ રહેલા ઉદ્યોગો તથા અન્ય એકમોમાં સાફસફાઈ અને અરસપરસ દિવાળી-નૂતનવર્ષ ની શુભેચ્છાઓ ની આપ-લે સાથે કર્મચારીઓ ને પગાર-બોનસ ગીફ્ટ મિઠાઈ ની વહેચણી સાથે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું વ્યવસાય-ધંધા રોજગાર અર્થે શહેરમાં આવી વસેલાં પરીવારો પણ દિવાળી વેકેશન સાથે આજે માદરે વતન તરફનો રૂખ કર્યો હતો દિપોત્સવ ના પર્વને પગલે જાહેર તથા ખાનગી સેવાઓ પ્રદાન કરતાં વિવિધ એકમો દ્વારા પરિવહન સહિતની સેવાઓ સંદર્ભે યોગ્ય વ્યવસ્થા ઔ સાથે સુંદર આયોજનો કર્યાં હતાં.