જેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા

1

મુંબઈ,તા.૩
કરીના કપૂર હાલ પતિ સૈફ અલી ખાન અને બંને દીકરા તૈમૂર તેમજ જેહ સાથે રાજસ્થાનના જેસલમેરમાં વેકેશન માણી રહ્યા છે. કરીના કપૂર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વેકેશનની ઝલક શેર કરી રહી છે. જેસલમેરની ટ્રિપની સૌથી વધારે તૈમૂર અને સૈફ એન્જોય કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સૈફ અલી ખાને હાલમાં ૪ વર્ષના તૈમૂર સાથે જેસલમેરમાં આઉટડોર શૂટિંગની મજા લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તૈમૂરને શૂટિંગ એડવેન્ચરમાં પિતાને કંપની આપતો જોઈ શકાય છે. આ સિવાય તેણ નોઈસ-કેન્સલિંગ હેડફોન પણ પહેર્યા છે. એક તસવીરમાં છોટે નવાબ પણ હાથમાં રાઈફલ પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બ્લેક ટી-શર્ટ અને મેચિંગ ટ્રેક પેન્ટમાં સૈફ ડેશિંગ લાગી રહ્યો છે. બીજી તરફ વ્હાઈટ ટી-શર્ટ અને ગ્રે શોર્ટ્‌સમાં તૈમૂર ક્યૂટ લાગી રહ્યો છે. આ સિવાય અન્ય જે તસવીરો સામે આવી છે તેમાં સૈફ અલી ખાન ટ્રેનર સાથે ખાનગી રેન્જમાં રાઈફલ શૂટિંગ કરતા જોવા મળી રહ્યો છે અને તૈમૂર થોડા દૂર ઉભા રહીને બધુ જોઈ રહ્યો છે. અન્ય તસવીરમાં તૈમૂર કેટલાક ગ્રામજનોને બે હાથ જોડીને નમસ્તે કરી રહ્યો છે. કરીના કપૂરે બે દિવસ પહેલા સ્વિમિંગ પૂલના કિનારે બેસીને તૈમૂર ચિલ કરી રહ્યો હોય તેવી તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું પૂલમાં ચિલ કરવા દરમિયાન બધાના હેલોવિન લૂક ચેક કરી રહ્યો છે. આ સિવાય જેહ આઠ મહિનાનો થતાં કરીના કપૂરે તેની પણ એક તસવીર શેર કરી હતી. અને લખ્યું હતું ’ડાઉનવાર્ડ ડોગ યોગાસન આખો પરિવાર કરે છે, તમે જોયું. આઠ મહિના મારો દીકરો. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથેની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળવાની છે. જે હોલિવુડની ફિલ્મ ’ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. જ્યારે સૈફ અલી ખાન ફિલ્મમેકર ઓમ રાઉતની ’આદીપુરુષ’માં જોવા મળશે. જેમાં તેની સાથે પ્રભાસ, ક્રીતિ સેનન અને સની સિંહ લીડ રોલમાં છે. પ્રભાસ ભગવાન શ્રીરામનું પાત્ર ભજવશે. જ્યારે ક્રીતિ સીતા માતા, સની સિંહ લક્ષ્મણ જ્યારે સૈફ રાવણની ભૂમિકા ભજવશે.