ભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

9

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા : મહાનુભાવોએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

મોતીબાગ ખાતે આવેલા અટલ બિહારી બાજપાઈ ઓપનએર થિયેટર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મનપાના સ્નેહ મિલન કાર્યકમમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા, ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયર, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર કૉંગ્રેસ પ્રમુખ તથા અધિકારીઓ-પદાધિકારીઓ, પ્રભુદ્ધ નાગરિકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કારતક સુદ એકમ એટલે કે હિન્દુ નૂતનવષનો પ્રારંભ સમાજના પ્રત્યેક વર્ગના લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. દરેક વ્યક્તિઓ માટે આ નવું વર્ષ સર્વેસુખાકારી શ્રેષ્ઠ આરોગ્ય અને પ્રત્યેક તબ્બક્કે પ્રગતિકારક રહે એ માટે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યના લોકોની આશાઓ અને અપેક્ષા પુરી થાય તેવી પ્રાથના કરૂ છું. તેમજ બધાની મનોકામના પુરી થાય તેવી મારા તરફથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી અને રાજ્ય સરકાર તરફથી ભાવનગર વાસીઓને અને સમગ્ર ગુજરાતના લોકોને ખુબ ખુબ શુભકામનાઓ.