ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધી મંડળ ઈજરાયેલ અને જોર્ડનની મુલાકાતે જશે 

1580
gandhi7518-4.jpg

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા તરફથી ગુજરાતના કિસાનોનું એક પ્રતિનિધી મંડળ આગામી ૮ મે થી ૧પ મે સુધી ઈજરાયેલ અને જોર્ડનની મુલાકાતે જઈ રહયું છે. ઈજરાયેલમાં પ્રતિ દર ત્રણ વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કૃષિ મેળાની મુલાકાત આ પ્રતિનિધી મંડળ લેશે. જો કે આ પ્રતિનિધી મંડળ સ્વખર્ચે ઈજરાયેલ જઈ રહ્યું છે. જે ઈન્ટરનેશનલ એગ્રોરેટ ખાતે વિવિધ એગ્રીકલ્ચર યોજનાઓ આધૂનિક સિંચાઈ પધ્ધતિ, હાઈડ્રોપોનિક ખેતી, એરોપોનીક ખેતી જેવી પધ્ધતિઓનો અભ્યાસ કરશે તથા દાડમ – ખારેકની વિશિષ્ટ ખેતીના ફાર્મની મુલાકાત લેશે. 
ઉલ્લેખનીય છે કે ઈજરાયેલ સૌથી ઓછા પાણી છતા સૌથી વધુ પ્રતિ હેકટર ઉત્પાદન મેળવે છે જેનો અભ્યાસ પણ આ પ્રતિનિધી મંડળ કરશે તેવું        ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચના મિડિયા પ્રભારી હિતેન્દ્રભાઈ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 

Previous article લેકાવાડા ગામ ખાતે રાજપૂત આઇ.એે. એસ અને કેરિયર એકેડમીનો આરંભ
Next article ડિમોલિશન મકાનનું કે માનવતાનું? મકાનો તૂટતા પ્રસુતાઓ, વૃદ્ધોની હાલત કફોડી