જીતુભાઈ વાઘાણી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન

8

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા નવા વર્ષની શુભેચ્છાના આદાનપ્રદાન માટે ભાવનગરમાં નુતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર કિર્તીબેન દાણીધારીયા, ચેરમેન ધિરૂભાઈ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.