આનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ

4

શહેરના આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર ખાતે પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ આ અન્નકૂટમા જુદા જુદા પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ ભગવાન ભોળાનાથને ધરવામા આવેલ દર વર્ષે ભાવિક ભક્તોના સહયોગથી થતા આ અન્નકૂટના દર્શન કરી લોકો ધન્ય બન્યાં હતાં અને આ અન્નકૂટ મા ધરાવાયેલ તમામ વસ્તુ પ્રસાદ રૂપે લોકો ને વેચવામાં આવેલ આ સમગ્ર આયોજન રામેશ્વર મહાદેવ મંદીરનાં વહીવટદાર કેતનભાઈ વ્યાસ રામેશ્વર મહાદેવ મંદીરના મહંત મંગળગિરી બાપુ તથા ચંદ્રેશગિરી બાપુ (મુકેશ ગિરી) સહીત સમગ્ર ભક્તો દ્રારા કરવામાં આવેલ.