ભાવનગર શહેરના બોરતળાવમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી

9

યુવાનનો પાસપોર્ટ, અન્ય ડોક્યુમેન્ટ તથા કપડાઓ સાથેની બેગ મળી આવી
ભાવનગર શહેરના ગૌરીશંકર બોરતળાવમાં આજે સવારે વહેલા એક યુવાનની લાશ તરતી હોવાનું જોવા મળતાં સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક પોહચીને લાશને બહાર કાઢવામાં આવી હતી.શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર વિભાગ ટિમ સ્થળે પોહચી લાશ ને બહાર કાઢી હતી બાદ ડી.ડિવિઝન પોલીસ દ્વારા યુવાન અંગેની ઓળખની તપાસ કરાતા યુવાન પાસેથી મળી આવેલ આધારકાર્ડમાં યુવાનનું નામ મનોજ ભાઈ સોલંકી રહે. મહુવા નુતનનગર ચામુંડા નિવાસ ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું હતું. બોરતળાવ ના સિકયોરિટી ગાર્ડ દ્વારા જાણવા મળતી વિગત મુજબ યુવાન બે દિવસ પહેલા તળાવમાં પડયો હોવાનું જણાવ્યું હતું, યુવાન પાસેથી એક મોટી બેગ મળી આવી હતી જેમાં યુવાનનો પાસપોર્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટ તેમજ અન્ય કપડાઓ મળી આવ્યા હતા, બનાવને લઇને ડી.ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, હાલ યુવાનનું આત્મહત્યા અંગેનું કારણ જાણવા મળેલ નથી પોલીસ તપાસ બાદ જ યુવાનું રહસ્યમય મોત અંગેનું કારણ જાણવા મળશે, મૃતક યુવાનની આશેર ઉંમર ૨૫ વર્ષ હોવાનું બહાર આવ્યું છે, આ યુવાને મહુવા થી ભાવનગર શહેરનાં બોરતળાવમાં જ આવીને શા માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, હાલ મૃતક યુવાનના લાશને પી.એમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.