ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવીઃ મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું પણ આયોજન કરાયું
બોટાદના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શનિવારના રોજ ધાતુનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ અવનવી પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
હનુમાનજીની સવારે ૫ઃ૩૦ કલાકે પુજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭ કલાકે હરિપ્રકાશદાસજી દ્વારા આરતી કરવામાં આવી હતી.

૧૧ વાગે અન્નકૂટની આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરાઈ હતી. મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાજી દાદાને વિવિધ પ્રકારની ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. દાદાના દિવ્ય ધાતુના વાઘાનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.



















