ટી-૨૦ રેક્રિંગમાં વિરાટ કોહલી આઠમા ક્રમે ગયો

2

મુંબઈ ,તા.૧૪
પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ સ્થાને જળવાઇ રહ્યો છે. તેણે વર્તમાન વર્લ્‌ડ કપની પાંચ મેચમાં ૨૬૪ રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ રહ્યો છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન બીજા ક્રમે છે રેન્કિંગના ટોપ-૨ પ્લેયર્સમાં કોઇ ફેરફાર થયા નથી. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ એક ક્રમાંક પાછળ સરકીને ચોથા ક્રમે પહોંચી ગયો છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. બોલર્સમાં શ્રાીલંકાનો વાનિંન્દુ હસરંગા અને ઓલરાઉન્ડર્સમાં અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પ્રથમ સ્થાને જળવાઇ રહ્યા છે.આઇસીસીએ ટી૨૦ વર્લ્‌ડ કપની વચ્ચે ખેલાડીઓનું રેન્કિંગ જાહેર કર્યું છે જેમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. તમામ કેટેગરીમાં ભારતના વિરાટ કોહલીને સૌથી મોટું નુકસાન થયું છે. કોહલી ચાર ક્રમાંકની પીછેહઠ સાથે આઠમા ક્રમે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી૨૦ શ્રોણીમાં તેને આરામ આપવામાં આવ્યો હોવાના કારણે તે આગામી રેન્કિંગમાં ફરીથી પોતાનું સ્થાન હાંસલ કરે તેવી ઓછી સંભાવના છે. વર્લ્‌ડ કપની ત્રણ મેચમાં બેટિંગ કરીને કુલ ૬૮ રન બનાવનાર કોહલીના ૬૯૮ રેટિંગ પોઇન્ટ છે. ભારતીય ઓપનર લોકેશ રાહુલ ત્રણ ક્રમાંકની આગેકૂચ કરીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. તેણે ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારત માટે સર્વાધિક ૧૯૪ રન બનાવ્યા હતા અને તેના ૭૨૭ રેટિંગ પોઇન્ટ છે. સાઉથ આફ્રિકન પ્લેયર્સને સૌથી વધારે ફાયદો થયો છે. પાંચ મેચમાં ચાર વિજય હાંસલ કર્યા હોવા છતાં વર્લ્‌ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાથી વંચિત રહેલી આફ્રિકન ટીમના એડન માર્કરામે ત્રણ ક્રમાંકની આગેકૂચ કરીને ટોપ-૩માં સ્થાન મેળવ્યું છે. સાઉથ આફ્રિકાના રાસી વાન ડેર ડુસૈનને પણ ફાયદો થયો છે. સુપર-૧૨માં ઇંગ્લેન્ડ સામે ૯૪ રનની ઇનિંગ રમનાર ડુસૈન છ ક્રમાંકની છલાંગ લગાવીને ટોપ-૧૦માં આવી ગયો છે.