છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા

2

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા
ટ્ઠ૩૦૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : ૧૨૧૩૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે, દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૨૯,૫૫૫ ઉપર પહોંચી છે

(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૧૭
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૦માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૪૩માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૯૭ નવા કેસ નોંધાયા છે અને ૩૦૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૨૧૩૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૨૭ દિવસના નીચલા સ્તર ૧,૨૯,૫૫૫ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૫૧૬ કેસ નોંધાયા છે અને ૩૯ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે ૬૭૦૫ લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો ૧૧૩ કરોડને પાર પહોંચ્યો છે. શુક્રવારે દેશમાં ૨૮૭ દિવસ બાદ સૌથી ઓછા ૮,૮૬૫ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા ૩૫ કેસ નોંધાયા હતા.
તો બીજી તરફ ૧૭ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૭૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મંગળવારે એક પણ મોત થયું નથી અને ૫,૦૫,૫૫૬ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮, વડોદરા કોર્પોરેશનમાં ૪, રાજકોટ કોર્પોરેશનમાં ૪, સુરત કોર્પોરેશનમાં ૩, અમદાવાદમાં ૨, વલસાડમાં ૨, કચ્છમાં એક, નવસારીમાં એક નવા કોરોનાના કેસ નોંધાયા હતા.