પોલેન્ડની યુનિવર્સિટીઓના અધિકારીઓની ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની મુલાકાતે

1589
gandhi1052018-4.jpg

ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિકયોરીટી જેવા વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક સહકાર અને સમજુતી કરાર કરવા માટે પોલેન્ડની ૧પ યુનિવર્સિટીઓના ૩પ અધિકારીઓએ આજ રોજ મુલાકાત લીધેલ હતી. 
પોલેન્ડના એમ્બેસેડર એડમ બુરાકોવસ્કિએ દિલ્હીથી ખાસ આ પ્રસંગ અર્થે હાજરી આપી હતી અને આ પ્રકારના શૈક્ષણિક સહકાર અને કરારમાં એમ્બેસી તરફથી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. 
આ મુલાકાતમાં પોલેન્ડની યુનિવર્સિટી અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચે અભ્યાસક્રમોના, વિદ્યાર્થીઓના અને શિક્ષકોના આદાન-પ્રદાન, સંયુકત શંસોધન તેમજ સંયુકત ડીગ્રી કાર્યક્રમો માટે ચર્ચા-વિચારણા થઈ હતી.

Previous articleસરકાર પહેલાં વાઘાણીએ સોલાર પંપની જાહેરાત કરી દીધી
Next articleમહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી